રાજકોટમાં સરકારી ગોડાઉનમાંથી મળ્યો શંકાસ્પદ અનાજનો જથ્થો, 4.36 લાખનો 14.5 ટન અનાજ મળ્યુ- વીડિયો
રાજકોટમાંથી સરકારી ગોડાઉનમાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો છે. વિંછીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. ત્યારે જ શંકાસ્પદ નીકળેલા મીની ટ્રકને અટકાવી ચાલકની પૂછપરછ કરતાં તેણે પોલીસને ટ્રકમાંથી ચોખાની 231 અને ઘઉંની 40 બોરી મળી કુલ રૂ. 4.36 લાખનો 14.5 ટન અનાજનો જથ્થો મળી આવ્યો હતો.
રાજકોટથી વધુ એક અનાજ કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં સરકારી ગોડાઉનમાંથી કોઈ જ હિસાબ વગરનો શંકાસ્પદ અનાજનો જથ્થો મોટી માત્રામાં મળી આવ્યો છે. મળતી વિગતો અનુસાર વિંછીયા નજીક પાળીયાદ રોડ ઉપરથી અનાજનો મોટો જથ્થો જવાનો હોવાની પોલીસને માહિતી મળી હતી. જેને આધારે એસઓજીનો સ્ટાફ વિંછીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. ત્યારે જ શંકાસ્પદ નીકળેલા મીની ટ્રકને અટકાવી ચાલકની પૂછપરછ કરતાં તેણે પોલીસને ટ્રકમાંથી ચોખાની 231 અને ઘઉંની 40 બોરી મળી કુલ રૂ. 4.36 લાખનો 14.5 ટન અનાજનો જથ્થો મળી આવ્યો હતો. પરંતુ એ શંકાસ્પદ જણાતા પુરવઠા અધિકારીને આ અંગે જાણ કરી કાર્યવાહી કરાઈ હતી.
પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું કે આ શંકાસ્પદ અનાજનો જથ્થો વીંછીયાના મનસુખ તલસાણીયાવાળાએ બાવળા મોકલવા કહ્યું હતું. આ પહેલાં ડ્રાયવર મેલા અલગોતર આ પ્રકારના ફેરા કરી ચુક્યો છે. પોલીસે શંકાસ્પદ અનાજનો જથ્થો વિંછીયાના સરકારી ગોડાઉનમાં રાખ્યો છે..પરંતુ જથ્થો ક્યાંથી આવ્યો ? ક્યાં આપવાનો હતો? આ જથ્થો સરકારી છે કે કેમ? તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: ભાવનગરમાં બોરતળાવ વિસ્તારમાં યંત્ર પર રમાતા ઓનલાઈન જુગારનો પર્દાફાશ, 12 જુગારી ઝડપાયા- વીડિયો
ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
Breaking News : પરષોત્તમ સોલંકીનું સીમર ગામે કોળી સમાજને દબંગ નિવેદન
Breaking News : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 11 મહિના રહેશે બંધ
