AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગરમાં બોરતળાવ વિસ્તારમાં યંત્ર પર રમાતા ઓનલાઈન જુગારનો પર્દાફાશ, 12 જુગારી ઝડપાયા- વીડિયો

ભાવનગરમાં બોરતળાવ વિસ્તારમાં યંત્ર પર રમાતા ઓનલાઈન જુગારનો પર્દાફાશ, 12 જુગારી ઝડપાયા- વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2024 | 11:41 PM
Share

ભાવનગરમાં બોરતળાવ વિસ્તારમાં ઓનલાઈન જુગારનો પર્દાફાશ થયો છે. પોલીસે દરોડો કરતા ઓનલાઈન જુગાર રમતા 12 શખ્સોની ધરપકડ કરી છે. આ સાથે 2 લાખ 45 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઓનલાઈન જુગાર રમવા માટે વપરાતા યંત્રો સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.

ભાવનગર શહેરમાં બોરતળાવ વિસ્તારમાં યંત્ર પર રમાતા જુગારનો પર્દાફાશ થયો છે..કેટલાક શખ્સો દુકાન ભાડે રાખીને જુગાર રમાડવાનો ધંધો કરતા હતા..બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને જુગાર રમતા 12 શખ્સોને ઝડપી લીધા છે..સાથે 30 હજાર રૂપિયાની રોકડ ઉપરાંત જુગાર રમવા માટે વપરાતા યંત્રો સહિત કુલ 2 લાખ 45 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

બોરતળાવ વિસ્તારમાં શક્તિ કૃપા એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં આ જુગારનો અડ્ડો ચાલતો હતો. દુકાનમાં રાખેલા મશીનમાં યંત્રોની ચિત્રો પર રોકડ રકમ રાખીને જુગાર રમાતો હતો. વિજેતાઓને 8થી 10 ગણી રકમ આપવામાં આવતી હતી.જુગારના અડ્ડાનો સંચાલક વિજય ગોલાણીયા, ઑપરેટર કૌશિક સહિતના આરોપીઓ સામે મારામારી સહિતના ગુનાઓ પણ નોંધાયા હોવાનું તપાસમાં ખૂલ્યું છે

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

આ પણ વાંચો: ભાવનગર માર્કેટિંગ યાર્ડના સત્તાધિશોની બેદરકારીના પાપે 1.47 લાખ ખેડૂતો વીમાથી રહેશે વંચિત- વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">