Banaskantha : ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત, ફેક્ટરી માલિક ફરાર, જુઓ Video

| Edited By: | Updated on: Dec 13, 2025 | 1:10 PM

બનાસકાંઠાના ચંડીસર GIDCમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે. ફૂડ અને ડ્રગ્સ વિભાગે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજરાતમાં ફરી એક વખત શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. બનાસકાંઠાના ચંડીસર GIDCમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે. ફૂડ અને ડ્રગ્સ વિભાગે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે અધિકારીઓ ફેકટરી પર પહોંચતા જ માલિક ફરાર થયો હતો. પરંતુ ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા પાલનપુર પોલીસને જાણ કરવામાં આવી હતી.

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

પાલનપુર પોલીસ ચંડીસર GIDCમાં પહોંચ્યા બાદ ફેકટરીમાં સંયુક્ત દરોડા પાડ્યા હતા. જ્યાંથી લાખો રુપિયાનો નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે.  ફેકટરીમાં લાખો રુપિયાનો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. મળતી માહિતી અનુસાર આ અગાઉ પણ આ ફેકટરીમાંથી 35 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું હતું. જે બાદ હવે ફરી વખત નકલી ઘીનો જથ્થો ઝડપાતા અનેક સવાલો ઉભા થાય છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Dec 13, 2025 11:01 AM