Gujarati Video : સુરેન્દ્રનગરમા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ પર હુમલો, Video માં બેફામ બનેલા ખનીજ માફિયા કેદ
ઘટનાની વાત કરીએ તો લીંબડી-રાજકોટ હાઇવે પર ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ ખનીજ ચોરી અંગે ચેકિંગ કરતા હતા. તે સમયે લીંબડીના સર્કિટ હાઉસ પાસે કારમાં આવેલા 3 અજાણ્યા વ્યક્તિએ ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ પર હુમલો કર્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. બેફામ ખનીજ માફિયાઓએ ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ પર હિંસક હુમલો કર્યોની ઘટના બની છે. ઘટનાની વાત કરીએ તો લીંબડી-રાજકોટ હાઇવે પર ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ ખનીજ ચોરી અંગે ચેકિંગ કરતા હતા. તે સમયે લીંબડીના સર્કિટ હાઉસ પાસે કારમાં આવેલા 3 અજાણ્યા વ્યક્તિએ ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ફરાર થઇ ગયા છે. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા અધિકારીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તો સમગ્ર મામલે લીંબડી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલીમા રેતી ચોરીનું કૌભાંડ ઝડપાયું
અમરેલીમા ગઇકાલે મોડી રાતે જિલ્લાનું સૌથી મોટું રેતી ચોરીનું રેકેડ પકડાતા ખળભળાટ મચી ગયો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી રાજુલા તાલુકામાં આવેલા ભાક્ષી ગામ નજીક રેતી ચોરી માટે અહીં પાણી ભરેલી નદીમાં 4 જેટલી બોટ ઉતારવામાં આવી હતી. મોટું હીટાચી મશીન મુકવામા આવ્યુ હતુ, જો કે આ કૌભાંડમાં જિલ્લાના 1 ઉચ્ચ અધિકારી અને દિગ્ગજ નેતા હોવાની ચર્ચા હતી. જેના કારણે કોઈ અધિકારી ચેકિંગ કરવાની હિંમત નહોતા કરતા તેવી માહિતી મળી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
