Gujarat Video: સુરેન્દ્રનગરના પાટડીમાં ACB ના દરોડા, લાંચ લેતા VIDEO માં કેદ સ્થાનિક પોલીસ મથકના 2 કર્મચારી અને 1 LRD જવાન

Gujarat Video: સુરેન્દ્રનગરના પાટડીમાં ACB ના દરોડા, લાંચ લેતા VIDEO માં કેદ સ્થાનિક પોલીસ મથકના 2 કર્મચારી અને 1 LRD જવાન

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2023 | 12:05 PM

ફરિયાદી વિદેશી દારૂનો ધંધો કરતો હતો અને તેનું વેચાણ શરૂ રાખવા રૂપિયા 30 હજારની લાંચ માંગવામાં આવી હતી. આ લાંચ પૈકીના 20 હજાર લેવા આવતા ACBએ છટકું ગોઠવી ત્રણેય પોલીસ કર્મચારીઓનો ઝડપી લીધા છે.

સુરેન્દ્રનગરના પાટડી ખાતેથી લાંચિયા પોલીસ કર્મીઓ ઝડપાયાની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર ACBએ સ્થાનિક પોલીસ મથકના 2 કર્મચારીઓ અને 1 LRD જવાનને લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધા છે. ફરિયાદી વિદેશી દારૂનો ધંધો કરતો હતો અને તેનું વેચાણ શરૂ રાખવા રૂપિયા 30 હજારની લાંચ માંગવામાં આવી હતી. આ લાંચ પૈકીના 20 હજાર લેવા આવતા ACBએ છટકું ગોઠવી ત્રણેય પોલીસ કર્મચારીઓનો ઝડપી લીધા છે.

આ પણ વાંચો : Gujarati Video : સુરેન્દ્રનગરના ફુલગ્રામ ત્રિપલ મર્ડર કેસમાં પોલીસે 5 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી

આ અગાઉ પણ અમદાવાદના નારણપુરા પોલીસ મથક જાણેકે ભ્રષ્ટાચારનું હબ બની ગયું હોય તેમ છેલ્લા બે મહિનામાં બે પોલીસકર્મી લાંચ લેતા એસીબીએ પકડી પાડયા હતા. ગત 14 ઓક્ટોબરના રોજ નારણપુરાના પોલીસ કોન્સ્ટેબલ એક લાખની લાંચ લેતા એસીબીએ પકડી પાડયો હતો. પોલીસ કોન્સ્ટેબલ રિક્ષામાં રહેલી દારૂની બે પેટીનો કેસ નહિ કરવા લાંચ માંગી હતી. કોન્સ્ટેબલ 2,25,000 રકમ નક્કી કરી હતી. જેમાંથી 1 લાખ રૂપિયા લીધા હતા અને આ 1 લાખની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો હતો. પોલીસ મથકના વધુ એક પોલીસકર્મી પણ 50 હજારની લાંચ લેતા એસીબીએ હાથે ઝડપાઇ ગયા હતો.

Published on: Feb 14, 2023 11:39 AM
g clip-path="url(#clip0_868_265)">