સુરેન્દ્રનગર : ગાજણવાવ ગામે 12 વર્ષીય કિશોરી બોરમાં પડી, રેસ્ક્યુ ઓપરેશન શરૂ

12 વર્ષીય મનિષા (manisha Rescue) નામની કિશોરી 60 ફૂટ નીચે ફસાઇ હોવાની શક્યતા છે.હાલ મામલતદાર અને ડિઝાસ્ટર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jul 29, 2022 | 11:34 AM

સુરેન્દ્રનગરના (Surendranagar) ધ્રાંગધ્રા તાલુના ગાજણવાવ ગામે કિશોરી બોરમાં પડી હોવાના સમાચાર મળી રહ્યા છે.માહિતી મુજબ ખેતરમાં રમતા-રમતાબોરમાં પડી હતી.12 વર્ષીય મનિષા (manisha Rescue) નામની કિશોરી 60 ફૂટ નીચે ફસાઇ હોવાની શક્યતા છે.હાલ મામલતદાર અને ડિઝાસ્ટર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.કિશોરીને બચાવવા માટે મેરેથોન રેસ્ક્યુ ઓપરેશન (Rescue Opreation) શરૂ કરવામાં આવ્યુ છે. પરંતુ બાળકીની ઉંમર વધુ હોવાથી ડિઝાસ્ટર વિભાગની (Disaster team) ટીમને મુશ્કેલી પડી રહી છે. આ ખેતમજુર પરિવાર ગુજરાત બહારનો હોવાનો જાણવા મળી રહ્યું છે.

પહેલા પણ સુરેન્દ્રનગર જિલ્લામાં આ પ્રકારની ઘટના

આ પહેલા પણ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામની (Dudapur Village) સીમમાં 500 ફૂટ ઊંડા બોરમાં બાળક પડવાની ઘટના બની હતી. બોરવેલમાં ફસાયેલા અઢી વર્ષના માસૂમને 40 મિનિટમાં જ રેસ્ક્યૂ કરી બચાવાયું હતું. ધ્રાંગધ્રા રેસક્યુ ટીમે ગણતરીના સમયમાં જ અઢી વર્ષના બાળકનું રેસ્કયુ કરીને બાળકને નવુ જીવન આપ્યુ હતુ.ઉલ્લેખનીય છે કે, બેથી અઢી વર્ષનું એક માસૂમ બાળક રમતાં રમતાં બોરમાં પડ્યું હોવાની ઘટના બની હતી.

ઘટનાની જાણ તંત્રને થતાં તાત્કાલિક ફાયરબ્રિગેડ, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ તેમજ આરોગ્યની ટીમ (Health team) ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તંત્ર દ્વારા અમદાવાદ NDRFની ટીમને પણ જાણ કરવામાં આવી હતી અને ધ્રાંગધ્રા આર્મીની પણ મદદ લેવામાં આવી હતી.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati