Surat Video : ચંદની પડવાની ઘારી આરોગ્યને નુકસાન ન પહોંચાડે તેની તંત્રએ દરકાર લીધી, વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લેવાયા
Surat : ચંદની પડવા(Chandni Padwa 2023)ના દિવસે સુરતની ઘારી ખાવાનો અનોખો ક્રેઝ છે. ચંદની પડવાનો તહેવાર આ મીઠાઈ(Sweet) વગર અધૂરો માનવામાં આવે છે. આ માટે લોકો ઘારીની ખરીદી પર તડકો બોલાવે છે અને લિજ્જત સાથે આરોગે છે. એક અનુમાન અનુસાર ચંદની પડવાના પર્વએ સુરતીઓ કરોડો રૂપિયાની ઘારી એક જ દિવસે સફાચટ કરી નાખે છે. લોકોના આરોગ્યને ધ્યાને રાખીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને મીઠાઈના સેમ્પલો લેવાના શરૂ કરાયા છે.
Surat : ચંદની પડવા(Chandni Padwa 2023)ના દિવસે સુરતની ઘારી ખાવાનો અનોખો ક્રેઝ છે. ચંદની પડવાનો તહેવાર આ મીઠાઈ(Sweet) વગર અધૂરો માનવામાં આવે છે. આ માટે લોકો ઘારીની ખરીદી પર તડકો બોલાવે છે અને લિજ્જત સાથે આરોગે છે. એક અનુમાન અનુસાર ચંદની પડવાના પર્વએ સુરતીઓ કરોડો રૂપિયાની ઘારી એક જ દિવસે સફાચટ કરી નાખે છે. લોકોના આરોગ્યને ધ્યાને રાખીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને મીઠાઈના સેમ્પલો લેવાના શરૂ કરાયા છે. આ અગાઉ દશેરા પૂર્વે પણ વિભાગે કડક ચેકીંગ હાથ ધર્યું હતું.
દિવાળી (Diwali 2023) નજીક આઈ રહી છે.દશેરાથી દિવાળી સુધી તહેવારોની સીઝનમાં દર વર્ષની જેમ તેજ ન હોવા છતાં મીઠાઈની દુકાનોમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ દેખાવા લાગી છે. ૨૪ ઓક્ટોબરે ચંદની પડવોની ઉજવણી માટે લોકો તૈયાર છે. આવી સ્થિતિમાં સુરતની એક મીઠાઈની દુકાને અલગ અંદાજમાં સ્પેશિયલ મીઠાઈ તૈયાર કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે મહત્તમ 800 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી આ મીઠાઈ હવે હજારોના મોંઘા ભાવે પણ વેચાઈ રહી છે.
ઘારીની અંદર વિશેષ કરીને દૂધના માવાનો ઉપયોગ થાય છે. આ સાથે તેમાં ડ્રાયફ્રૂટ અને ઘીનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. ઘણા વિક્રેતાઓ વધુ લાભની લાલચમાં ભેળસેળ કરે તેવો પણ ભય છે. માવો અને ઘીનો ઉપયોગ કરવાના બદલે ઓછી કિંમતના રો-મટિરિયલનો ઉપયોગ થાય તો આરોગનારના સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. અગમચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા ઘારીના સેમ્પલ લેવાના શરૂકરવામાં આવ્યા છે. સેમ્પલના રિપોર્ટ ફેઈલ જશે તે વેપારી સામે પગલાં ભરવામાં આવશે.
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
