સુરત વીડિયો : અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સુરતીઓમાં અનેરો ઉત્સાહ, વિશેષ આયોજન કરાયા
સુરત: અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશ માટે આ એક ઐતિહાસિક અવસર બનવા જઈ રહ્યો છે જેને યાદગાર બનાવવા તડામાર તૈયારીઓ પણ કરાઈ રહી છે. સુરતમાં આ માટે વિશેષ આયોજન કરાઈ રહયા છે.

સુરત શહેરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વિશેષ તૈયારીઓનો ધમધમાટ દેખાઈ રહ્યો છે. શહેર જાણે રામ ભક્તિમાં લીન બન્યું છે. આ અવસરે સુરત ટેક્સટાઇલ માર્કેટની લાઇટિંગ દ્વારા સજાવટ કરાશે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લાઇવ નિહાળવા 28 એલઇડી સ્ક્રીન મુકવામાં આવશે.
કાપડ માર્કેટમાં પણ ઉજવણી માટેની તૈયારીઓ હાથ ઘરવામાં આવી છે. સુરતના 13 અગ્રણીઓને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ પણ મળ્યું છે.
અલગ અલગ માર્કેટમાં 50 હજાર લોકો માટે ભોજનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ