સુરત : બે બાળકોને સાયકલ ચોરીના રવાડે ચઢાવનાર શખ્શની ધરપકડ કરાઈ, ચોરી થયેલી 16 સાયકલ કબ્જે કરાઈ, જુઓ વિડીયો
સુરત : મહાનગર સુરતના ભટાર વિસ્તારમાં થયેલી સાયકલ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે.પોલીસે સાયકલોની ચોરી કરતી ગેંગના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.પોલીસે ચોરીની 16 સાયકલ સાથે ત્રણ આરોપીને ઝડપી પાડ્યાં છે.
સુરત : મહાનગર સુરતના ભટાર વિસ્તારમાં થયેલી સાયકલ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે.પોલીસે સાયકલોની ચોરી કરતી ગેંગના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.પોલીસે ચોરીની 16 સાયકલ સાથે ત્રણ આરોપીને ઝડપી પાડ્યાં છે.
ઝડપાયેલ સાયકલ ચોર ટોળકીના આરોપીઓમાં બે કિશોરોનો પણ સમાવેશ થાય છે. આ બાળકો એક શખ્શના ઈશારે ગુનાઓને અંજામ આપતા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ ભટાર અને કચરાના પ્લાન્ટ પાસેથી સાયકલોની ચોરી કરી હતી.ટલું જ નહીં આરોપીઓ સાયલકોની ચોરી કરી સસ્તામાં વેચાણ કરતા હોવાનું પણ સામે આવ્યું છે.હાલ તો પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 1.16 લાખની ચોરીની સાયકલો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : સુરત વિડીયો : ઇકો સેલ દ્વારા ક્રિપ્ટો કરન્સીના પ્રમોટરને ઝડપી પડાયો, 7 રોકાણકારોના 2.30 કરોડ રૂપિયા ડૂબાડવાનો આરોપી
Published on: Dec 08, 2023 10:02 AM