Breaking News : સુરતમાં કાપડ વેપારીનો ખેલ! 10 જોબવર્ક ધારકોના ₹1.5 કરોડ ફસાયા, જુઓ Video

Breaking News : સુરતમાં કાપડ વેપારીનો ખેલ! 10 જોબવર્ક ધારકોના ₹1.5 કરોડ ફસાયા, જુઓ Video

| Edited By: | Updated on: Nov 02, 2026 | 7:22 PM

સુરતમાં એક કાપડ વેપારી સામે ₹1.5 કરોડની છેતરપિંડીનો ગંભીર આરોપ લાગ્યો છે. 10 જેટલા જોબવર્ક ધારકોને દિવાળી પહેલાં મહેનતના પૈસા ન મળતા તેઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.

સુરતમાં કાપડ વેપારી સામે ₹1.5 કરોડની ઠગાઈનો ગંભીર આરોપ લાગ્યો છે. શહેરના 10 જેટલા જોબવર્ક ધારકો આ કાપડ વેપારી પાસેથી તેમના મહેનતના ₹1.5 કરોડના પેમેન્ટની રાહ જોઈ રહ્યા છે. દિવાળીના તહેવાર પહેલાં પેમેન્ટ ન મળતા જોબવર્ક ધારકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.

આરોપ મુજબ, કાપડ વેપારી જગદીશભાઈ બાબુભાઈ પોલરાએ શરૂઆતમાં સમયસર પેમેન્ટ ચૂકવીને જોબવર્ક ધારકોનો વિશ્વાસ જીત્યો હતો. શરૂઆતમાં વ્યવહાર યોગ્ય રીતે ચાલતા, વેપારીઓએ વિશ્વાસ સાથે કામ ચાલુ રાખ્યું હતું. જોકે, ત્યારબાદ પેમેન્ટ ચૂકવવામાં વિલંબ થવા લાગ્યો અને વારંવાર વાયદા છતાં બાકી નીકળતી રકમ ચૂકવવામાં આવી નથી. પીડિતોના કહેવા મુજબ, કુલ ₹1 કરોડથી ₹1.5 કરોડના આંકડા સામે માત્ર ₹5 લાખ થી ₹10 લાખ જ ચૂકવવામાં આવ્યા છે.

જગદીશભાઈ પોલરા સામે આ પહેલાં હીરા ઉદ્યોગમાં પણ આ જ રીતે ઉઠામણું કરવાના આક્ષેપો છે. તેમની દુકાનનું સ્થાન પણ STM (સુરત ટેક્સટાઇલ માર્કેટ) માંથી બદલી અન્યત્ર લાવવામાં આવ્યું છે.

લાંબા સમયથી આ મામલે કોઈ નિરાકરણ ન આવતા, જોબવર્ક ધારકોએ અગાઉ અમરોલી અને સલાબતપુરા પોલીસ સ્ટેશનોમાં રજૂઆત કરી હતી. હવે તેઓએ કમિશનર કચેરીએ પહોંચીને પોતાની રજૂઆત કરી છે અને ₹1.5 કરોડના બાકી પેમેન્ટની વસૂલાત માટે કાર્યવાહીની માંગ કરી છે. આ ઘટનાથી સુરતના કાપડ બજારમાં ભારે ચર્ચા જાગી છે.

અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું.. રાહુલ ગાંધી વાસ્તવિક સંસદમાં ક્યારેય વડાપ્રધાન નહીં બની શકે, જુઓ Video

Published on: Nov 02, 2026 07:19 PM
Follow Us
Loading...
Unable to load recommendations.