અમદાવાદ બન્યું ખાડા-વાદ: મેટ્રોસિટીના દરેક રસ્તાની હાલત બિસ્માર અને AMC ની ગણતરી માત્ર થીગડા જ મારવાની!
Ahmedabad: વરસાદને કારણે શહેરમાં મોટાભાગના રસ્તાઓ પર ખાડાઓ પડી ગયા છે. કેટલાક રસ્તાઓ ધોવાઈ પણ ગયા. જણાવી દઈએ કે પૂર્વ વિસ્તાર હોય કે એસ જી હાઇવે તમામ રસ્તાઓ પર ખાડા જ ખાડા છે.
અમદાવાદ (Ahmedabad) શહેરમાં પડેલા વરસાદ બાદ રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓ (Potholes) પડ્યા છે. કોર્પોરેશને અત્યાર સુધી ‘તારીખ પે તારીખ’ આપી છે. AMC દ્વારા હવે નવરાત્રી સુધીમાં ખાડાઓ પૂરવાનો દાવો કરાયો છે. પરંતુ જે રીતની માહતી મળી રહી છે નવરાત્રી પછી પણ નવા રોડની આશા ભૂલી જજો. નવરાત્રી પછી પણ થીંગડા જ મારવાની ગણતરી કોર્પોરેશનની છે.
વરસાદને કારણે શહેરમાં મોટાભાગના રસ્તાઓ (Poor Rode conditions) પર ખાડાઓ પડી ગયા છે. કેટલાક રસ્તાઓ ધોવાઈ પણ ગયા. જણાવી દઈએ કે પૂર્વ વિસ્તાર હોય કે એસ જી હાઇવે તમામ રસ્તાઓ પર ખાડા જ ખાડા છે. વરસાદને કારણે શહેરમાં મોટાભાગના રસ્તાઓની આ હાલત છે. એસ જી હાઇવે પર ગોતાથી સોલા સુધી ખાડાઓ પડ્યા છે. અખબારનગર ચાર રસ્તાથી ભીમજીપૂરા અને વાડજ જવાના રોડ પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે. ગોતા ચોકડીથી ગોતા રેલવે ઓવરબ્રિજ સુધીનો રોડ બિસ્માર હાલતમાં છે. જીવરાજ ચાર રસ્તાથી વાસણા એપીએમસી સુધીના રોડ પર ખાડારાજ છે. ન્યુ રાણીપમાં અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. ન્યુ રાણીપમાં ખોડિયાર મંદિરથી જીએસટી બ્રિજ સુધીનો રસ્તો બિસ્માર છે. ખોડિયાર મંદિરથી આશ્રય રેસીડેન્સી તરફ જતા રસ્તા પર મસમોટા ખાડાઓ પડ્યા છે. રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તાઓ છે તે નક્કી કરવું મુશ્કેલ છે. સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ રોડને રીપેર કરવામાં નથી આવતા.
કોર્પોરેશન તો સર્વે કરતાં કરશે પરંતુ લોકોનો સર્વે કહે છે કે શહેરનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ બેહાલ છે. બે પાંચ ઇંચ વરસાદમાં જ અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. ભાગ્યે જ કોઈ રસ્તો એવો હશે જેમાં ખાડા ના પડ્યા હોય. સૌથી વધારે ખરાબ હાલત એસ પી રિંગ રોડની છે. એસપી રીંગ રોડ પર નાના ચિલોડાથી લઈ બોપલ શાંતીપુરા સર્કલ સુધી ખાડા જ ખાડા છે. રામોલ ટોલ નાકા, આરએએફ કેમ્પ, ઓઢવ, એકપ્રેસ વે બ્રિજ, વસ્ત્રાલ, વટવા ઓવરબ્રિજ, બાંકરોલ ચોકડી, સનાથલ ચોકડી, શાંતીપુરા ચોકડી તમામ જગ્યાએ મસમોટા ખાડાઓ પડ્યા છે. છેલ્લા બે મહિનાથી એસ પી રીંગ બિસ્માર હાલતમાં છે. એસપી રીંગ રોડ પર ભારે વાહનો પાસેથી ટોલ ટેકસ ઉઘરાવવામાં આવતો હોવા છતાં તંત્ર દ્વારા બિસ્માર રોડ રીપેર કરવામાં નથી આવતો.
આ પણ વાંચો: Surat : મેટ્રો રેલ પ્રોજેક્ટ – ચોકબજાર સ્થિત SBI બેકનું થશે સ્થળાંતર, જાણો વિગત
આ પણ વાંચો: Ahmedabad: બીજી ઓક્ટોબર આવતા મહાનગરપાલિકાને સફાઈ આવી યાદ, ઓક્ટોબરમાં યોજાશે સફાઈ અભિયાન