સુરત : કાપોદ્રા વિસ્તારમાંથી સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો, જાણો સમગ્ર મામલો વિડીયો દ્વારા

|

Nov 11, 2023 | 10:38 AM

સુરત: ગુજરાતના સુરતમાં રાશનની દુકાનોમાંથી સબસિડીવાળા અનાજની ગેરકાયદેસર હેરાફેરી કરવાના શંકાસ્પદ કૌભાંડને સ્થાનિકોએ ઝડપી પાડ્યું છે. આ મામલે એક વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી છે.

સુરત: ગુજરાતના સુરતમાં રાશનની દુકાનોમાંથી સબસિડીવાળા અનાજની ગેરકાયદેસર હેરાફેરી કરવાના શંકાસ્પદ કૌભાંડને સ્થાનિકોએ ઝડપી પાડ્યું છે. આ મામલે એક વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે આરોપી ગરીબોના હકનું અનાજ વગે કરવાનો પ્રયાસ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી.

કાપોદ્રા વિસ્તારમાંથી સરકારી અનાજનું કૌભાંડ ઝડપાયું છે. સ્થાનિકોએ રેડ કરી મોટી માત્રામાં અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે. કાપોદ્રા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કરી તપાસ શરૂ કરી છે. એક વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો  : સુરત વિડીયો : પાલોદના પીએસઆઈ એસીબીના છટકામાં ઝડપાયા, ફરિયાદીને પરેશાન ન કરવાના બદલામાં લાંચ માંગી હતી

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:11 am, Sat, 11 November 23

Next Video