સુરત : પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે, દંડ અને મેન્ટલ ફિટનેસનું સર્ટીફિકેટ આપવા પડશે, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Mar 14, 2024 | 8:10 AM

સુરત: પરીક્ષાને લઇ VNSGUએ કડક નિયમ જાહેર કર્યા છે.કોઇ વિદ્યાર્થી ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકશે તો રૂપિયા 2500ની પેનલ્ટી લગાડવામાં આવશે. 6 મહિના સુધી વિદ્યાર્થી પરીક્ષા પણ આપી શકે નહીં. આ ઉપરાંત કાપલી અથવા માઇક્રો ઝેરોક્ષ સહિતનું લખાણ મળશે તો પણ  500ની પેનલ્ટી લાગશે.

કડક નિયમોને લાગુ કરવા સાથે જણાવાયું છે કે વિદ્યાર્થીને પૂરક પરીક્ષાનો લાભ મળશે નહીં.પરીક્ષાના જવાબમાં અભદ્ર ભાષા વાપરવા પર 1000ની પેનલ્ટી જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીએ મેન્ટલ ફિટનેસનું સર્ટીફિકેટ પણ આપવું પડશે. પરીક્ષા કેન્દ્રના તમામ બ્લોક-સ્ટ્રોંગરૂમના કેમેરા ફરજિયાત ચાલુ રખાશે. કેમેરા ચાલુ નહીં હોય તો તાત્કાલિક પરીક્ષા રદ કરી દેવાશે.

આ પણ વાંચો : સુરત : કોસંબામાં પાર્ક બિનવારસી થ્રી વ્હીલર ટેમ્પોમાંથી 500 કિલો ગાંજો મળી આવ્યો, જુઓ વીડિયો

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો