સુરત : ફાયર વિભાગની કડક કાર્યવાહી, ભાજપના નેતાનું ફુડકોર્ટ અને ડોરમેટ્રી સીલ કરાઈ, જુઓ વીડિયો

|

Jun 01, 2024 | 8:27 AM

સુરત : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડે સૌ કોઇને કંપાવી દીધા છે ત્યારે ઘટના બાદ હવે સુરત ફાયર વિભાગ સફાળુ જાગ્યું છે અને મોલ,સિનેમાઘરો,હોટલ સહિતની જગ્યા પર ફાયર સેફ્ટી છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહીં છે.

નિયમોના પાલનમાં ઉના ઉતરેલા મનપાના શાસક પક્ષના દંડક ધર્મેશ વાણિયાવાલાનું ફુડકોર્ટ સીલ કરવામાં આવ્યું છે.ફુડકોર્ટમાં ફાયરની સેફ્ટી ન હોવાથી સીલ મારવાની કામગીરી કરાઇ છે.ફુડકોર્ટમાં ફાયર NOC ન હોવાને કારણે ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છેત્યારે મનપાના શાસક પક્ષના દંડકનું જ ફુડકોર્ટ સીલ થઈ જતાં અત્યાર સુધી કેવી લાલીયાવાડી ચાલતી હતી તેની મનપા કચેરીમાં ભારે ચર્ચાઓ ચાલી હતી. આ ઉપરાંત ભાજપના કોર્પોરેટર દિનેશ પુરોહિતની પણ 116 બેડની ડોરમેટ્રી સીલ કરવામાં આવી ફાયર એન.ઓ.સી ને લઇને કાર્યવાહી કરવામાં આવી છે.

Next Video