રવિવારે રાત્રે સુરતના સૈયદપુરાના વરિયાવી બજારમાં ગણેશ મંડપમાં પથ્થરમારાની ઘટના બાદ સ્થિતિ વણસી હતી. આક્ષેપ હતો કે રીક્ષામાં આવેલા કેટલાંક વિધર્મી બાળકોએ કાંકરીચાળો કર્યો હતો. તો બીજી તરફ સ્થાનિકોએ રોષે ભરાઈ પોલીસ મથકને ઘેર્યું હતુ. જે પછી પોલીસે આરોપીઓને તેમના ઘરમા તાળા તોડીને બહાર કાઢ્યા છે. તો સાથે જ ગૃહ પ્રધાન હર્ષ સંઘવી સતત સમગ્ર કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે
સમગ્ર મામલે સ્થિતિ થાળે પાડવા સુરત પોલીસ આખી રાત એક્શનમાં રહી. પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું. ઘરોમાં જઈ તપાસ આદરી અને ઘરને તાળા મારીને ઘરની અંદર છૂપાયેલા આરોપીઓને ઝડપવા “તાળા તોડ” કાર્યવાહી કરી. આ બબાલ દરમિયાન અનેક પોલીસ કર્મી પણ ઘાયલ થયા હતા. પણ તે તેમની ફરજ ન ચુક્યા.
અત્યાર સુધીમાં 27 જેટલાં અસામાજિક તત્વોને ઝડપી પાડવામાં આવ્યા છે અને અટકાયત બાદ પોલીસે આ તમામનો કેવો “ક્લાસ” લીધો છે. તો ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે ખાતરી આપી હતી કે એકપણ આરોપીને છોડવામાં નહીં આવે. ગણેશ મંડપમાં આરતી કરીને તેમણે લોકોને સુરક્ષાની ખાતરી પણ આપી હતી. તેમણે કહ્યુ હતુ કે ગમે તેટલા મજબુત તાળા ઘર પર લગાવશે, તો પણ પથ્થરમારો કરનારાઓને તે તાળા તોડીને બહાર કાઢીને જેલ ભેગા કરવામાં આવશે. મહત્વનું છે કે ઘટનાસ્થળે હાલ શાંતિપૂર્ણ માહોલ છે.