Breaking News: સુરતના સચિન GIDCમાં ભીષણ આગ, ગોપી નીટિંગ ફેક્ટરી ભભુકી ઉઠી, જુઓ Video

| Edited By: | Updated on: Apr 01, 2026 | 1:47 PM

સુરતના સચિન GIDC વિસ્તારમાં આગની મોટી ઘટના સામે આવી છે, જ્યાં રોડ નંબર 12 પાસે આવેલી ગોપી નીટિંગ ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ લાગતાં જ ફેક્ટરીમાં કામ કરતા કામદારોમાં ગભરાટ ફેલાયો હતો અને તાત્કાલિક બહાર નીકળવાની ભાગદોડ મચી ગઈ હતી.

સુરતના સચિન GIDC વિસ્તારમાં આગની મોટી ઘટના સામે આવી છે, જ્યાં રોડ નંબર 12 પાસે આવેલી ગોપી નીટિંગ ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ લાગતાં જ ફેક્ટરીમાં કામ કરતા કામદારોમાં ગભરાટ ફેલાયો હતો અને તાત્કાલિક બહાર નીકળવાની ભાગદોડ મચી ગઈ હતી. આગ ઝડપથી ફેલાતા વિસ્તારમાં ઘનઘોર ધુમાડાના ગોટેગોટા ઉઠતા જોવા મળ્યા હતા, જેના કારણે આસપાસના ઉદ્યોગોમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હતો.

આગની ગંભીરતા ધ્યાનમાં રાખીને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને સુરત સહિત આસપાસના વિસ્તારોમાંથી અનેક ફાયર ફાઇટર ગાડીઓ સ્થળ પર દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવા માટે સતત પાણીના મારો ચલાવવામાં આવી રહ્યા છે. આગ વધુ ન ફેલાય તે માટે નજીકની ફેક્ટરીઓને પણ એલર્ટ કરવામાં આવી છે અને જરૂરી સલામતીના પગલાં લેવામાં આવ્યા છે.

પ્રાથમિક માહિતી અનુસાર, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે સચોટ કારણ અંગે તપાસ ચાલુ છે. સદનસીબે સમયસર કામદારોને બહાર કાઢી લેવામાં આવતા કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ફેક્ટરીને ભારે નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલમાં ફાયર વિભાગ અને પોલીસની ટીમો ઘટના સ્થળે હાજર રહી પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે કામગીરી યથાવત રાખવામાં આવી છે.

આ પણ વાંચો- Breaking News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું, AAP અને કોંગ્રેસના 50 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા

Follow Us