Rain News : છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસ્યો વરસાદ, સૌથી વધુ સુરતમાં 13.6 ઈંચ નોંધાયો વરસાદ, જુઓ Video

Rain News : છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસ્યો વરસાદ, સૌથી વધુ સુરતમાં 13.6 ઈંચ નોંધાયો વરસાદ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 24, 2025 | 12:32 PM

ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

સુરતમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 13.6 ઈંચ વરસાદ ખાબક્યો છે. કામરેજમાં 10.6 ઈંચ વરસાદ પડ્યો છે. ત્યારે પલસાણામાં 8.1 ઈંચ વરસાદ વરસ્યો છે. બારડોલીમાં છેલ્લા 24 કલાકમાં 6.5 ઈંચ વરસાદ નોંધાયો છે. 33 તાલુકામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 72 તાલુકામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 7 દિવસ ધોધમાર વરસાદ રહેશે. હવામાન વિભાગની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચમાં ભારે વરસાદીની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં પણ વરસાદનું યલો એલર્ટ છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 24, 2025 11:27 AM