Surat: પુણા વિસ્તારમાં 3 યુવકોને માર મારવાનો મુદ્દો, PSI એ.કે.પટેલને કરાયા સસ્પેન્ડ, જુઓ Video
સુરતમાં 3 યુવકોને ઢોર માર મારવાના કેસમાં પુણા પોલીસ સ્ટેશનના PSIને સસ્પેન્ડ કરી દેવાયા છે. સમગ્ર ઘટનામાં વિવાદ સર્જાતા પોલીસ કમિશનરે PSI એ.કે.પટેલને સસ્પેન્ડ કરી દીધા છે.
Surat : સુરતમાં 3 યુવકોને ઢોર માર મારવાના કેસમાં પુણા પોલીસ સ્ટેશનના PSIને સસ્પેન્ડ કરી દેવાયા છે. સમગ્ર ઘટનામાં વિવાદ સર્જાતા પોલીસ કમિશનરે PSI એ.કે.પટેલને સસ્પેન્ડ કરી દીધા છે. મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ અગાઉ ખાડી પુલ નજીકથી પસાર થતી વખતે પુણા પોલીસ મથકના પોલીસકર્મીઓએ 3 યુવકોને ઢોર માર માર્યો હતો.
આ પણ વાંચો : Surat : કતારગામ વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ, 3 શખ્સોની ધરપકડ
એટલું જ નહીં વીડિયો ઉતારી રહેલા અન્ય યુવકને પણ પોલીસે માર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે આ સમયે PSI પટેલ પોઈન્ટ પર હતા. તેમના પર આરોપ છે કે 8 પોલીસકર્મીઓને બચાવવા માટે તેઓ કાર્યવાહી ન કરી. હાલ સમગ્ર કેસની તપાસ સારોલી PI દેસાઈને સોંપવામાં આવી છે.