Surat Video : દુષ્કર્મના આરોપી સલમાનને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા, 16 વર્ષની સગીરાનું અપહરણ કરી આચર્યું હતું દુષ્કર્મ
કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારતા પીડિત પરિવારને ન્યાય મળ્યો છે. બનાવની વાત કરીએ તો હેવાન સલમાને 2022માં ઉન વિસ્તારમાં માસીને ત્યાં રહેવા ગયેલી 16 વર્ષની સગીરાનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હતું.
Surat : સુરતની કોર્ટે દુષ્કર્મની એક પીડિતાને ન્યાય આપ્યો છે. સુરતના સચિન GIDC વિસ્તારમાં એક વર્ષ બાદ દુષ્કર્મની પીડિત (victim) સગીરાને (Minor girl) ન્યાય મળ્યો છે. દુષ્કર્મના આરોપી (accused )સલમાનને સુરતની કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારતા પીડિત પરિવારને ન્યાય મળ્યો છે. બનાવની વાત કરીએ તો હેવાન સલમાને 2022માં ઉન વિસ્તારમાં માસીને ત્યાં રહેવા ગયેલી 16 વર્ષની સગીરાનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હતું. જેની જાણ પરિવારજનોને થતાં પીડિતાની માતાએ સચિન GIDC પોલીસ સ્ટેશનમાં હવસખોર સલમાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos