Surat : સ્પા પર પોલીસના દરોડા, છ વિદેશી યુવતી સહિત 3 લોકો ઝડપાયા

| Edited By: | Updated on: Jan 28, 2022 | 8:16 AM

સુરત ક્રાઈમ બ્રાન્ચની મિસિંગ સેલે વેસુના સોમેશ્વર સર્કલ પાસે આવેલા એસ.એન.એસ. પ્લેટીના કોમ્પલેક્ષમાં દરોડા પડાયા હતાં. જેમાં થાઈલેન્ડની 6 યુવતિઓ સાથે 3 ગ્રાહકો ઝડપાયા હતા. આ કેસમાં પોલીસે સ્પાના માલિક દીપકકુમાર ઉર્ફે નિમિત પટેલની ધરપકડ કરી હતી.

ગુજરાતના(Gujarat)સુરતમાંથી(Surat)ફરી એકવાર કૂટણખાનુ ઝડપાયું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની મિસિંગ સેલે વેસુના સોમેશ્વર સર્કલ પાસે આવેલા એસ.એન.એસ. પ્લેટીના કોમ્પલેક્ષમાં દરોડા પડાયા હતાં. જેમાં થાઈલેન્ડની 6 યુવતિઓ સાથે 3 ગ્રાહકો ઝડપાયા હતા. આ કેસમાં પોલીસે સ્પાના(Spa) માલિક દીપકકુમાર ઉર્ફે નિમિત પટેલની ધરપકડ કરી હતી. હાલ મિસિંગ સેલે તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને યુવતિઓને થાઈલેન્ડ પરત મોકલવા કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત વિદેશી મહિલાઓ મોકલનારા નમાઈ ઉર્ફે સ્માઈલી ચીમખોનબુરીને વોન્ટેડ જાહેર કરાયો હતો. બીજી તરફ પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા, મોંઘાદાટ મોબાઈલ ફોન, સ્વાઈપ કાર્ડ મશીન સહિત 1 લાખ 41 હજાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ પણ વાંચો :  અમદાવાદમાં કોરોનાની રફતાર ધીમી પડી, માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામાં ઘટાડો

આ પણ વાંચો :   Gujarat માં 3437 તલાટી કમ મંત્રીની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, આજથી ફોર્મ ભરાશે