વાહ, માતૃત્વ હોય તો આવું ! ત્યજી દેવાયેલી દીકરીનું સુરત પોલીસે ‘હસતી’ નામ સાથે કર્યું નામકરણ, છલકાઈ ‘પોલીસની મમતા’

વાહ, માતૃત્વ હોય તો આવું ! ત્યજી દેવાયેલી દીકરીનું સુરત પોલીસે ‘હસતી’ નામ સાથે કર્યું નામકરણ, છલકાઈ ‘પોલીસની મમતા’

| Edited By: | Updated on: Jan 12, 2026 | 4:06 PM

સુરત શહેરમાંથી માનવતા અને સંવેદનાનો એક પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે. દેલાડવા તળાવ પાસે એક દિવસની નવજાત દીકરીને કોઈ અજાણ્યા વ્યક્તિએ ત્યજી દીધી હતી. બાળકી અંગેની માહિતી મળતાં જ ડીંડોલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં પહોંચેલી પોલીસ ટીમને બાળકીને હસતી હાલતમાં જોઈને સૌના દિલ પીઘળી ગયા હતા.

પોલીસે તરત જ બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર બાળકી સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું. ત્યારબાદ સુરત પોલીસે માત્ર રખેવાળ નહીં પરંતુ પરિવાર બનીને બાળકીની જવાબદારી સ્વીકારી છે.

પોલીસે કર્યું નામકરણ

બાળકીના જન્મના છઠ્ઠા દિવસે ડીંડોલી પોલીસ દ્વારા વિશેષ ‘છઠ્ઠી’ અને નામકરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું. બાળકીના ચહેરા પરના સ્મિતને ધ્યાનમાં રાખીને તેનું નામ ‘હસતી’ રાખવામાં આવ્યું. આ નામકરણ કાર્યક્રમ દરમિયાન પોલીસકર્મીઓની આંખોમાં લાગણી અને ચહેરા પર ગર્વ સ્પષ્ટ દેખાતો હતો.

હાલમાં PI આર.જે. ચુડાસમા અને મહિલા પોલીસકર્મીઓ 24 કલાક બાળકીને સંભાળી રહ્યા છે. બાળકીના માતા-પિતાની શોધખોળ ચાલુ છે. સાથે જ પોલીસ દ્વારા ‘હસતી’ના નામે બેંક એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું છે, જેમાં પોલીસકર્મીઓ ભેટ સ્વરૂપે રકમ જમા કરશે. સુરત પોલીસે સાબિત કર્યું છે કે પોલીસ માત્ર કાયદાની રક્ષા નહીં, પરંતુ લાગણીઓની પણ રખેવાળ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.