Surat : ગણપતિના મંડપ પર કાંકરીચાળાની ઘટના બાદ આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક, જુઓ Video

| Edited By: | Updated on: Sep 09, 2024 | 9:28 AM

સુરતમાં પથ્થરમારાની ઘટના મુદ્દે પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે. પથ્થરમારાની ઘટનામાં ત્રણ ફરિયાદ નોંધાઈ છે. ગણેશ મંડપમાં પથ્થરમારા મુદ્દે ફરિયાદ નોંધાઈ છે. અન્ય વિસ્તારમાં તોડફોડ અને પથ્થરમારા મુદ્દે પણ ફરિયાદ નોંધાઈ છે.

ગઇકાલે પથ્થર ફેંકી ટીખળખોરોએ ભક્તોની લાગણી દુભાવી હતી. મોડી રાત્રે હજારોની સંખ્યામાં લોકોએ સૈયદપુરા પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો. જો કે તે પછી પોલીસે આખી રાત કોમ્બિંગ કર્યુ હતુ. હાલ સુરતના તમામ વિસ્તારમાં શાંતિ હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યુ છે.

બીજી તરફ સુરતના સૈયદપુરામાં ગણપતિના મંડપ પર થયેલ કાકરીચાળા મામલે શાંતિ સમિતિની બેઠક યોજાશે. આજે સુરત CPએ શાંતિ સમિતિની બેઠક બોલાવી છે. સમગ્ર ઘટનાને લઈ શાંતિ ડહોળાય નહીં તે માટે શાંતિ સમિતિની બેઠક યોજાશે.