Surat : હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક મુદ્દે “આપ”નો વિરોધ, GSSSBના અધ્યક્ષ અસીત વોરાના રાજીનામાની માગ
રવિવારે લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયાના આક્ષેપો લાગ્યા હતા જેના પગલે ગૌણ સેવા પસંદગી મંડળના પ્રમુખ અસીત વોરાનું નિવેદન સામે આવ્યું છે. અસીત વોરાના કહેવા મુજબ ગૌણ સેવા પસંદગી મંડળને આ અંગે કોઈ ફરિયાદ મળી નથી.
હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાના મુદ્દે સુરત કલેક્ટર કચેરીએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શીત કર્યો છે. ‘આપ’ ના કાર્યકર્તાઓએ કલેક્ટરને આવેદન પત્ર પણ આપ્યું છે. તેમજ ભાજપ સરકાર વિરુદ્ધ નારા લગાવી વિરોધ દર્શાવ્યો હતો. ‘આપ’ ના કાર્યકર્તાઓએ જણાવ્યું છે કે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસીત વોરા અગાઉ પોલિટીકલ પાર્ટીના લીડર રહી ચૂક્યા છે. તેથી તેઓ કેવી ન્યાય અપાવી શકશે? એવો સવાલ પણ ઉઠાવ્યો હતો. તેમજ અસીત વોરાના રાજીનામાની માગ કરી હતી.
રવિવારે લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયાના આક્ષેપો લાગ્યા હતા જેના પગલે ગૌણ સેવા પસંદગી મંડળના પ્રમુખ અસીત વોરાનું નિવેદન સામે આવ્યું છે. અસીત વોરાના કહેવા મુજબ ગૌણ સેવા પસંદગી મંડળને આ અંગે કોઈ ફરિયાદ મળી નથી.
સાથે જ અસીત વોરાએ જણાવ્યું કે, પેપર લીકના આક્ષેપ અંગે સાબરકાંઠાની પોલીસ તપાસ કરી રહી છે. સાબરકાંઠાની પોલીસે 16 ટીમ બનાવી તપાસ આરંભી છે. પોલીસ વિભાગ દ્વારા તમામ સ્થળોની તપાસ કરવામાં આવી છે. પેપર લીક થયું છે કે, કેમ તે અંગે પોલીસ તંત્ર તપાસ કરી રહ્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળના પ્રમુખ અસીત વોરાએ વધુમાં જણાવ્યું હતું કે, ગૃહ પ્રધાન સાથે આ અંગે બેઠક કરવામાં આવી છે. ગૃહપ્રધાને આશ્વાસન આપ્યું છે કે, જો પેપર લીક થયું હશે તો કોઈને પણ છોડવામાં નહીં આવે.
આ પણ વાંચો : Maharashtra: સ્થાનિક ચૂંટણીમાં OBC અનામત બેઠકો અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, જાણો સમગ્ર અહેવાલ