Breaking News : સુરત મનપામાં ભજીયા કાંડ! ₹1 લાખના ખર્ચે 130 કિલો ભજીયા, પ્રજાના પૈસાના વેડફાટનો આક્ષેપ

Breaking News : સુરત મનપામાં ભજીયા કાંડ! ₹1 લાખના ખર્ચે 130 કિલો ભજીયા, પ્રજાના પૈસાના વેડફાટનો આક્ષેપ

| Edited By: | Updated on: Oct 30, 2026 | 2:08 PM

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોર્પોરેટરો માટે ₹1 લાખથી વધુના ખર્ચે 130 કિલો ભજીયાની મિજબાની યોજાતા વિવાદ થયો છે. પ્રતિ કિલો ₹750ના ભાવે ભજીયા ખરીદાતા, સરકારી નાણાંના દુરુપયોગનો આક્ષેપ થયો છે.

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોર્પોરેટરો માટે યોજાયેલી ભજીયાની મિજબાનીને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. દિવાળી પહેલાં યોજાયેલી આ સભામાં 130 કિલો ભજીયાનો ઓર્ડર આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, જેના પર મનપાએ અંદાજે ₹1 લાખથી વધુનો ખર્ચ કર્યો હોવાના આક્ષેપો છે.

આ ભજીયા પ્રતિ કિલો ₹750ના ભાવે ખરીદવામાં આવ્યા હોવાનો દાવો છે, જ્યારે બજાર ભાવ ₹800 પ્રતિ કિલો છે. આ ખર્ચને લઈને સત્તાધીશો પર ગંભીર સવાલો ઊભા થયા છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે કે, એક તરફ શહેરના નાગરિકો રસ્તા, પાણી અને ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ મનપાના પદાધિકારીઓ સરકારી નાણાંનો દુરુપયોગ કરી રહ્યા છે.

આ ઘટનાથી સુરતીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. પ્રજાના પરસેવાની કમાણી આડેધડ વેડફવાના આ કિસ્સાની સંપૂર્ણ તપાસ અને જવાબદારી કોણ લેશે તે જોવું રહ્યું.

મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુ ટ્રેન શરૂ, 9 વર્ષની લાંબી રાહ બાદ PM Modiએ ગિફ્ટ આપી

Follow Us
Loading...
Unable to load recommendations.