સુરતમાં વિકાસ કે વિનાશ? મેટ્રો પ્રોજેક્ટના ઉંડા ખાડામાં દંપતી ખાબક્યું, શું તંત્ર કોઈના જીવ જવાની રાહ જોઈ રહ્યું છે? – જુઓ Video

| Edited By: | Updated on: Apr 14, 2026 | 2:35 PM

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં કબૂતર સર્કલ પાસે મેટ્રો પ્રોજેક્ટના ખુલ્લા ખાડામાં મોપેડ સવાર દંપતી ખાબકતા અરેરાટી વ્યાપી ગઈ છે. સુરક્ષાના કોઈ પણ સાધનો કે આડશ વગરના આ ઉંડા ખાડામાં પડેલા પતિ પત્નીને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. દિવસે મોપેડ પર જઈ રહેલું એક દંપતી કબૂતર સર્કલ પાસે મેટ્રો પ્રોજેક્ટ માટે ખોદવામાં આવેલા ઉંડા ખાડામાં ખાબક્યું હતું. આ ખાડાની આસપાસ સુરક્ષા માટેની કોઈ યોગ્ય આડશ કે ચેતવણીના બોર્ડ ન હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે.

ખાડામાં પડેલા દંપતીને ઈજાઓ પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી ક્રેન મંગાવીને બંનેને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. સવાલ એ છે કે મેટ્રોના કોન્ટ્રાક્ટરોને લોકોના જીવની કોઈ પરવા નથી? શું સરકાર માત્ર મોટા પ્રોજેક્ટ્સ બતાવવામાં જ વ્યસ્ત છે અને સામાન્ય નાગરિકની સુરક્ષા રામ ભરોસે છે? જો આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો તેની જવાબદારી કોણ લેત?

કોન્ટ્રાક્ટરની કે સરકારની આ ગુનાહિત બેદરકારી માટે જવાબદાર કોણ, જનતાનો ટેક્સ શું લોકોના જીવ લેવા માટે છે?

(ઈનપુટ ક્રેડિટ: બળદેવ સુથાર)

ગજબ છે આ રેલવે સ્ટેશન! આખું વર્ષ રહે છે સુમસામ પણ વર્ષમાં માત્ર 2 જ વાર અહીં ઉભી રહે છે ટ્રેન, જાણો આ સ્ટેશન પાછળનો ચોંકાવનારો ઇતિહાસ

Published on: Mar 28, 2026 09:20 PM
Follow Us