Surat: મેયરે સ્મીમેર હોસ્પિટલની મુલાકાત લીધી, RTPCR ટેસ્ટ વધારવા અને પ્રક્રિયાને ઝડપી બનાવવાની આપી સૂચના

સુરતમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ફરિયાદ ઉઠી હતી કે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે તેના પરિણામ પાંચ દિવસે મળે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 3:05 PM

ગુજરાતમાં કોરોના કેસ (Corona case)માં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદ અને સુરત (Surat)માં નોંધાઈ રહ્યા છે. કેસમાં ખૂબ જ ઝડપથી વધારો થતો હોવાથી સુરતનું તંત્ર એલર્ટ મોડમાં છે. સુરતના મેયરે સ્મીમેર હોસ્પિટલ (SMIMER hospital)ની મુલાકાત લઈ RTPCR ટેસ્ટ વધારવાની સૂચના આપી છે.

સુરતમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ફરિયાદ ઉઠી હતી કે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે તેના પરિણામ પાંચ દિવસે મળે છે. જેના પગલે સુરતના  મેયર હેમાવી બોઘાવાલાએ સ્મીમેર હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મેયર દ્વારા ટેસ્ટ વધારવાની અને પ્રક્રિયાને ઝડપી બનાવવાની સૂચના આપવામાં આવી હતી.

બીજી તરફ એવી વિગત પણ સામે આવી હતી કે કોમ્પ્યુટર ઓપરેટરની અછત હોવાને પગલે રિપોર્ટ મેળવવામાં વિલંબ થયા છે, જેના પગેલ આ અછતને દૂર કરવા પણ સૂચના આપવામાં આવી હતી.

મહત્વનું છે કે ગુજરાતમાં 10 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 6,097 કેસ નોંધાયા છે. ગુજરાતમાં 10 જાન્યુઆરીએ નોંધાયેલા કોરોના કેસમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 1893, સુરતમાં 1778 કેસ નોંધાયા છે તો વડોદરામાં 410, વલસાડમાં 251, રાજકોટમાં 191, ગાંધીનગરમાં 131, ખેડામાં 126, સુરતમાં 114, મહેસાણામાં 111, કચ્છમાં 109, નવસારીમાં 107, ભાવનગરમાં 93, આણંદમાં 88, ભરૂચમાં 78, ગાંધીનગર જિલ્લામાં 64, વડોદરા જિલ્લામાં 60, રાજકોટ જિલ્લામાં 58, મોરબીમાં 51, જામનગરમાં 47, જૂનાગઢ માં 33 કેસ નોંધાયા છે.

આ પણ વાંચોઃ મંત્રીઓ અને અધિકારીઓ બાદ હવે પોલીસ બેડામાં પણ લાગુ પડશે નો રિપીટ થિયરી

આ પણ વાંચોઃ ઉત્તરાયણમાં ધાબા પર ભીડ ભેગી કરી તો થશે કાર્યવાહી, સરકારે કડક નિયમો જાહેર કર્યા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">