Surat: ગુજરાતના સૌથી મોટા રથ પર સવાર થઈને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા, જુઓ Video

આ રથયાત્રા સ્ટેશનથી નીકળીને જહાંગીરપુરા ઇસ્કોન મંદિર જશે. સ્ટેશનથી રથયાત્રા શરુ થતા જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ રથયાત્રામાં જોડાયા છે. સૌ કોઈ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. મેયર હેમાલીબેન બોઘવાલા, સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર, ધારાસભ્યો તેમજ શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરિયા પણ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

Baldev Suthar
| Edited By: | Updated on: Jun 20, 2023 | 6:01 PM

Surat : સુરતમાં રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્ટેશન, વરાછા અને અમરોલી વિસ્તારમાંથી રથયાત્રાનો પ્રારભ થઇ ગયો છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રથયાત્રામાં જોડાયા છે. તો બીજી તરફ જય જગન્નાથના નાદ સાથે સુરત શહેર ગુંજી ઉઠ્યું હતું સુરતના સ્ટેશન વિસ્તારથી નીકળતી સૌથી મોટી રથયાત્રાનો પ્રારંભ થઇ ગયો છે.

આ રથયાત્રા સ્ટેશનથી નીકળીને જહાંગીરપુરા ઇસ્કોન મંદિર જશે. સ્ટેશનથી રથયાત્રા શરુ થતા જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ રથયાત્રામાં જોડાયા છે. સૌ કોઈ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. મેયર હેમાલીબેન બોઘવાલા, સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર, ધારાસભ્યો તેમજ શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરિયા પણ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

તેઓએ સૌ લોકોને રથયાત્રાની શુભેચ્છા પણ આપી હતી. સ્ટેશનથી જહાંગીરપુરા જનારી રથયાત્રા સહારા દરવાજા , રીંગરોડ થઈને જહાંગીરપુરા ઇસ્કોન મંદિર જશે. તો બીજી તરફ રથયાત્રાના રૂટ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. રથયાત્રા જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ ભાવિક ભક્તો પણ આ રથયાત્રામાં જોડતા જાય છે. વિવિધ ઝાખીઓ પણ રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

આ ઉપરાંત રથયાત્રાના રૂટ પર ભક્તોને પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. નાના બાળકોથી લઈને વડીલો પણ આ રથયાત્રામાં જોડાયા છે અને સૌ કોઈ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા

આ ઉપરાંત વરાછામાંથી નીકળતી રથયાત્રાનો પણ પ્રારંભ થઇ ગયો છે. વરાછા ઇસ્કોન મંદિર દ્વારા ગુજરાતનો સૌથી મોટો હાઈટેક રથ તૈયાર કરવામાં આવ્યો છે. મીની બજારથી આ રથયાત્રા શરુ થઇ હતી. વરાછાના માનગઢ ખાતે મહા આરતી કરવામાં આવી હતી.

ત્યારબાદ રથયાત્રાની શરૂઆત કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. આ સાથે જ સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા.જેમાં મોટી સંખ્યામાં મહિલા ભકતો દ્વારા ભજન અને નૃત્ય સાથે ભગવાનની આરાધના કરવામાં આવી રહી છે. આ રથયાત્રામાં ભક્તો કીર્તન સાથે ભગવાનની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા.

આ ઉપરાંત ભગવાનની લીલાઓની અલગ અલગ ઝાંખીઓ અને ભારતીય સંસ્કૃતિના દર્શન આ રથયાત્રામાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત રથયાત્રા જે જે રૂટ પરથી નીકળી હતી ત્યાં સૌ ભક્તોને પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. લોકોએ બ્રીજ પરથી ભગવાનના રથ પર ફૂલોની પુષ્પવર્ષો કરી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સગીરા પર 3 નરાધમોએ આચર્યું હતું દુષ્કર્મ, તપાસમાં થયો ખુલાસો
સગીરા પર 3 નરાધમોએ આચર્યું હતું દુષ્કર્મ, તપાસમાં થયો ખુલાસો
આ છે જીવન શક્ય બને એવો પૃથ્વી જેવો બીજો ગ્રહ !
આ છે જીવન શક્ય બને એવો પૃથ્વી જેવો બીજો ગ્રહ !
જામનગરના કડિયા પ્લોટમાં યુવાનોએ સળગતા અંગારા પર ખુલ્લા પગે રમો રાસ
જામનગરના કડિયા પ્લોટમાં યુવાનોએ સળગતા અંગારા પર ખુલ્લા પગે રમો રાસ
ખંભાળિયામાં આવેલો કેનેડી બ્રિજ બંધ હોવાથી સ્થાનિકોને મુશ્કેલી
ખંભાળિયામાં આવેલો કેનેડી બ્રિજ બંધ હોવાથી સ્થાનિકોને મુશ્કેલી
રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ મળવાની શક્યતા,આજે મળશે કેબિનેટ
રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ મળવાની શક્યતા,આજે મળશે કેબિનેટ
ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત
વડોદરા ગેંગરેપની વાત કરતા હર્ષ સંઘવી થયા ભાવુક
વડોદરા ગેંગરેપની વાત કરતા હર્ષ સંઘવી થયા ભાવુક
પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે
પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે
આશ્રમ શાળામાં બાળકી સાથે આચાર્યએ કર્યા અડપલા
આશ્રમ શાળામાં બાળકી સાથે આચાર્યએ કર્યા અડપલા
અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી મેઘરાજા બોલાવશે ધડબટાડી
અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી મેઘરાજા બોલાવશે ધડબટાડી
g clip-path="url(#clip0_868_265)">