Loksabha Election 2024 : મતદાન પહેલા જ સુરત બેઠક ભાજપના ફાળે, 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા મુકેશ દલાલ બિનહરીફ વિજેતા

Loksabha Election 2024 : મતદાન પહેલા જ સુરત બેઠક ભાજપના ફાળે, 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા મુકેશ દલાલ બિનહરીફ વિજેતા

| Edited By: | Updated on: Apr 22, 2024 | 2:59 PM

સુરત લોકસભા બેઠક પર ઇતિહાસ સર્જાયો છે. ગુજરાતની 26 બેઠક પૈકી એક બેઠક ભાજપે કબ્જે કરી લીધી છે. મતદાન પહેલા જ સુરતની બેઠક ભાજપના ખાતામાં આવી છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા બન્યા છે. 

સુરત લોકસભા બેઠક પર ઇતિહાસ સર્જાયો છે. ગુજરાતની 26 બેઠક પૈકી એક બેઠક ભાજપે કબ્જે કરી લીધી છે. મતદાન પહેલા જ સુરતની બેઠક ભાજપના ખાતામાં આવી છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા બન્યા છે.

આ પણ વાંચો-પરશોત્તમ રુપાલાનો વિરોધ ડામવા હર્ષ સંધવી મેદાને, ભાવનગરમાં યોજાઈ બેઠક, જુઓ VIDEO

સુરતમાં ગઈકાલે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું પણ ફોર્મ રદ થઈ ગયુ હતુ. જે પછી આજે  આ બેઠક પર તમામ અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે. જેથી આ બેઠક બિનહરીફ જાહેર થઇ છે.  સુરત બેઠક પર  ભાજપ સામેના 8 માંથી 7 ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે. જેથી ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે.

સૌથી છેલ્લે બહુજન સમાજ પાર્ટીના પ્યારેલાલ ભારતીએ  ફોર્મ પરત ખેંચ્યુ હતુ, જે પછી મુકેશ દલાલ વિજેતા જાહેર થયા છે.  ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે ભાજપના મુકેશ દલાલને અભિનંદન પાઠવ્યા છે.

Published on: Apr 22, 2024 02:32 PM