Breaking News : સુરતમાં સાયબર ક્રાઈમ રેકેટના 2 આરોપીની મુંબઈ એરપોર્ટથી ધરપકડ, 800 કરોડથી વધુના ટ્રાન્જેક્શનનો ખુલાસો

Breaking News : સુરતમાં સાયબર ક્રાઈમ રેકેટના 2 આરોપીની મુંબઈ એરપોર્ટથી ધરપકડ, 800 કરોડથી વધુના ટ્રાન્જેક્શનનો ખુલાસો

| Edited By: | Updated on: Dec 03, 2025 | 11:59 AM

સુરતના કતારગામમાં સાયબર ક્રાઈમના રેકેટમાં નાસતા-ફરતા બે આરોપી ઝડપાયા છે. બન્ને આરોપી વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી જેના આધારે મુંબઈ એરપોર્ટ પરથી આરોપીઓ સકંજામાં આવ્યા છે.

સુરતના કતારગામમાં સાયબર ક્રાઈમના રેકેટમાં નાસતા-ફરતા બે આરોપી ઝડપાયા છે. બન્ને આરોપી વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી જેના આધારે મુંબઈ એરપોર્ટ પરથી આરોપીઓ સકંજામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી જુદા-જુદા 149 બેંક ખાતાઓ મળી આવ્યા છે. જેમાં 800 કરોડ રૂપિયાથી વધુના ટ્રાન્જેક્શન સામે આવ્યું છે. આ અલગ અલગ બેંકોના 149 ખાતા ઉપર NCCRP પોર્ટલ ઉપર કુલ-417 ફરિયાદો મળી હતી. આ આરોપીઓ પાસેથી 4 મોબાઈલ અને બે લેપટોપ મળી આવ્યા છે. વિદેશી ઓનલાઇન બેટિંગ અને ગેમિંગ ફંડના ટ્રાન્સફર માટે આરોપી કામ કરતા હોવાની આશંકા છે.

800 કરોડથી વધુના ટ્રાન્જેક્શનનો ખુલાસો

ઉલ્લેખનીય છે કે કતારગામમાં સાયબર ક્રાઈમના રેકેટના આરોપીઓ વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરી હતી. જેના આધારે મુંબઈ એરપોર્ટ પરથી આરોપીઓ સકંજામાં આવી ગયા છે. આરોપીઓ પાસેથી જુદા-જુદા 149 બેંક ખાતાઓ મળી આવ્યા હતા. જેમાં 800 કરોડ રુપિયાથી વધુના ટ્રાન્જેકશન સામે આવ્યા હતા. જો કે આરોપીઓની પુછપરછમાં વધારે ખુલાસાઓ થાય તેવી શક્યતા છે. આ અલગ અલગ બેંકોના 149 ખાતા ઉપર NCCRP પોર્ટલ ઉપર કુલ-417 ફરિયાદો મળી હતી. પ્રાપ્તથતી વિગતો અનુસાર વિદેશી ઓનલાઇન બેટિંગ અને ગેમિંગ ફંડના ટ્રાન્સફર માટે આરોપી કામ કરતા હોવાની આશંકા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો