સુરતમાં કાળઝાળ ગરમી કેર વર્તાવી રહી છે, હીટસ્ટ્રોકના કારણે 29 દિવસની બાળકીનું મોત નીપજ્યું , જુઓ વીડિયો

|

May 23, 2024 | 11:51 AM

સુરત : દક્ષિણ ગુજરાતમાં ગરમીએ જીવલેણ રૂપ ધારણ કર્યું છે. સુરતમાં ગરમીએ 29 દિવસની બાળકીનો ભોગ લીધો છે. ગરમીના કારણે ડાયેરિયા થતા બાળકીનું મોત થયું છે. પાંડેસરાના વડોદ ગામમાં રહેતા પરિવારમાં ઘટના બની છે. 

બાળકીના શરીરમાં પાણીની માત્રા ઓછી થતા ડાયેરિયા થયો હતો જેના કારણે 29 દિવસની બાળકીનું મોત નિપજતા પરિવારમાં આક્રંદ છવાયો હતો. ઉલ્લેખનીય છે કે ઘણા દિવસથી સૂર્યનારાયણ આકાશમાંથી જાણે પ્રકોપ વરસાવી રહ્યા છે.

સુરતમાં કાળઝાળ ગરમીએ કાળો કેર વર્તાવ્યો છે. ગભરામણના કારણે 10 લોકોના મોત નિપજ્યા છે. તમામ મૃતકોને ગભરામણ થાય બાદ તેઓ બેભાન થાય હતા. એક વ્યક્તિનું હીટસ્ટ્રોકના કારણે મોત થયું હોવાનું પણ સામે આવ્યું હતું. અન્ય મૃતકોના સેમ્પલ ફોરેન્સિકમાં મોકલાયાં છે. સરકારી હોસ્પિટલોમાં 12 વ્યક્તિને સારવાર અપાઈ છે તો સિવિલ હોસ્પિટલમાં 8 અને સ્મીમેર હોસ્પિટલમાં 4 દર્દીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ઇઝરાયલના ડિફેન્સ સેક્ટરમાં સુરતી ડ્રોન કામા કાઝીનો ઉપયોગ થશે, જાણો મેક ઈન ઇન્ડિયા ડ્રોનની ખાસિયત વીડિયો દ્વારા

Published On - 11:46 am, Thu, 23 May 24

Next Video