Surat : આરોગ્ય વિભાગનો સપાટો, Festival Season પહેલા માવા અને તેલની ગુણવત્તાની તપાસ કરાઈ
Surat : સુરતીઓ ખાવાપીવાના બહુ શોખીન હોય છે. સવરે ચાલવા જાય કે રાતે ટહેલવા જાય તો પણ સુરતીઓ સ્વાદના ચટકારા નેવે ન મૂકે. ઋતુ કોઇપણ હોય કે તહેવાર સુરતીઓ તો અવનવી વાનગીઓનો શોખ નેવે મુકતા નથી. એટલે જ તો કહેવાય છે સૂરતનું જમણ અને કાશીનું મરણ.... સુરતીલાલાના ખાવાના શોખમાં ભેળસેળ તો થઈ રહી નથી ને તે જાણવા આરોગ્ય વિભાગે(Health Department) માવાના વેપારીઓ સહીત ખાણીપીણીના સેમ્પલોની તપાસ હાથ ધરી હતી.
Surat : સુરતીઓ ખાવાપીવાના બહુ શોખીન હોય છે. સવરે ચાલવા જાય કે રાતે ટહેલવા જાય તો પણ સુરતીઓ સ્વાદના ચટકારા નેવે ન મૂકે. ઋતુ(Season) કોઇપણ હોય કે તહેવાર(Festival) સુરતીઓ તો અવનવી વાનગીઓનો શોખ નેવે મુકતા નથી. એટલે જ તો કહેવાય છે સુરતનું જમણ અને કાશીનું મરણ…. સુરતીલાલાના ખાવાના શોખમાં ભેળસેળ તો થઈ રહી નથી ને તે જાણવા આરોગ્ય વિભાગે(Health Department) માવાના વેપારીઓ સહીત ખાણીપીણીની દુકાનોમાંથી સેમ્પલોની તપાસ હાથ ધરી હતી.
નવરાત્રી ચાલી રહી છે અને ટૂંક સમયમાં ચંદની પડવો(Chandi Padvo Festival) ઉજવવામાં આવશે. તહેવારને લઇને સુરત મહાનગર પાલિકા(Surat Municipal Corporation)નું આરોગ્ય વિભાગ નગરજનોના આરોગ્યની ડ્રકરમાં સક્રિય બન્યું છે. ઘારી બનાવવા માટે ઉપયોગમાં લેવાતો માવો તેમજ અન્ય ચીજ વસ્તુઓ માટે વપરાતા તેલની ચકાસણી કરવામાં આવી હતી. સુરતના તમામ ઝોનમાં 15 કરતા વધુ ટીમોએ સામુહિક તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો Vadodara Video: મહાઠગ મયંક તિવારીના ઘરે CBIની પૂછપરછ, ડૉક્ટરને ધમકી આપવાના કેસમાં કાર્યવાહી
માવા અને તેલની તપાસ કરાઈ
સુરત શહેરમાં ચંદની પડવાના ઘારી ખાવાની પ્રથા છે. તહેવારના દિવસે સુરતીઓ કરોડો રૂપિયાની ઘારી આરોગી જતાં હોવાનું અનુમાન છે. આ સાથે દિવાળી પણ નજીક છે ત્યારે દિવાળીની ઉજવણી મીઠાઈ વગર અધૂરી હોય છે. ઘારી અને દિવાળીની મીઠાઈ માવાથી બનતી હોય છે. માવો સારી ગુણવત્તાનો ન હોય તો આરોગનાર વ્યક્તિના સ્વાસ્થય સામે જોખમ પણ ઊભું થઈ શકે છે. આ બાબતની ગંભીરતા ધ્યાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા શહેરની જાણીતા મીઠાઈ અને માવા વિક્રેતા તેમજ ફરસાણના વેપારીઓને ત્યાં તેલ અને માવાની ગુણવત્તાની તપાસ કરવામાં આવી હતી.
