સુરત : હીરા બજારમાં આકરી મંદીના ભણકારા, આંતરરાષ્ટ્રીય બજારના પ્રતિબંધોની ભારતીય ઉદ્યોગ પર માઠી અસર, જુઓ વીડિયો
સુરત : G-7 બાદ હવે યુરોપિયન યુનિયન દ્વારા રશિયન હીરાની રફ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 35 ટકાથી વધુ રશિયન રફ હીરાઓ સુરતના હીરા ઉદ્યોગકારો દ્વારા સપ્લાય કરવામાં આવે છે. આ નિર્ણયથી રત્ન કલાકારો પર માંથી અસર પડી છે.

સુરતમાં રશિયાથી 30 થી 35 ટકા જેટલા રફ ડાયમંડની સપ્લાય થાય છે. પ્રતિબંધને લઈ હીરા ઉદ્યોગકારો મુંઝવણમાં મુકાઈ ગયા છે. મંદીની માર વચ્ચે સુરતના હિરા ઉદ્યોગકારો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. યુરોપિયન યુનિયનના અધિકૃત જર્નલમાં 18મી ડિસેમ્બરે બહાર પાડવામાં આવેલ સત્તાવાર નિવેદનમાં પ્રતિબંધ ની જાહેરાત કરાઈ હતી.
છેલ્લા બે વર્ષથી ચાલતા રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે હીરા ઉદ્યોગ પર માઠી અસર પડી છે. G7 દેશ ના પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં હોંગકોંગ અને દુબઈ મારફતે રશિયન રફ ભારત સહિતના દેશમાં સપ્લાય થાય છે.