Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ, કોર્ટમાં રજૂ કરવા ખોટા સર્ટિફિકેટ બનાવ્યાનો ખુલાસો

| Edited By: | Updated on: Dec 04, 2024 | 7:01 PM

સુરતમાં બોગસ તબીબ શોભિતસિંહ ઠાકુરે કરોડોના ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપીને બોગસ સર્ટિફિકેટ બનાવી આપ્યું હતું. અગાઉ પણ આરોપીએ મોટા પ્રમાણમાં સર્ટિફિકેટ બનાવ્યા હોવાનો ખુલાસો થયો છે. ત્યારે આરોપી દ્વારા કઈ-કઈ કોર્ટમાં કેટલાક સર્ટિફિકેટ બનાવી આપ્યા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

ગુજરાતમાં બોગસ તબીબ ઝડપાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ કેસના આરોપીએ હાઈકોર્ટમાં જામીન માટે બોગસ સર્ટિફિકેટ રજૂ કરતાં આ ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. કારણ કે હાઈકોર્ટમાં જે સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું હતું. તે આ બોગસ તબીબે બનાવી આપ્યું હતું.

બોગસ તબીબ શોભિતસિંહ ઠાકુરે કરોડોના ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપીને બોગસ સર્ટિફિકેટ બનાવી આપ્યું હતું. અગાઉ પણ આરોપીએ મોટા પ્રમાણમાં સર્ટિફિકેટ બનાવ્યા હોવાનો ખુલાસો થયો છે. ત્યારે આરોપી દ્વારા કઈ-કઈ કોર્ટમાં કેટલાક સર્ટિફિકેટ બનાવી આપ્યા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. બોગસ તબીબ શોભિતસિંહ ઠાકુરની પૂછપરછમાં અનેક ખુલાસા થવાની શક્યતા છે.

તાજેતરમાં પાટણમાં પણ બોગસ ડોક્ટરનો મામલો સામે આવ્યો હતો. પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી 1.20 લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યો હતો. થોડા દિવસો વીત્યા બાદ અચાનક બાળકનું માથું મોટું થઈ જતાં પરિવાર ગભરાયો અને હોસ્પિટલ લઈ જતાં બાળકના માથામાં પાણી ભરાઈ જવાની બીમારી હોવાનું માલૂમ પડ્યું હતું. આ બાબતે 5 દિવસ પહેલાં સુરેશ ઠાકોર નામના શખ્સ સામે નકલી ડોકટર હોવા છતાંય પ્રેક્ટિસ કરે છે. તેવી SOG પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે તેના ક્લિનિકમાં રેડ કરતાં નકલી ડોક્ટરનો ભાંડો ફૂટ્યો હતો.