સુરતના કતારગામ ગજેરા સર્કલ પાસે BRTSની બસે 8 બાઇકને લીધી અડફેટે, 1નું મોત, મુખ્યમંત્રીએ શિક્ષણ રાજ્યમંત્રી પાનસેરીયાને દોડાવ્યા
સુરત : અશ્વિની કુમાર બ્રિજ પાસે બે BRTS ઈલેક્ટ્રિક બસ અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો જેમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યુ છેજ્યારે 8થી વધુ લોકોને ઈજા પહોંચી છે. જેમા ત્રણ લોકોની હાલત ગંભીર જણાઈ રહી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. જ્યારે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ ઘટનાની જાણ થતા જ હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્તોના હાલચાલ જાણ્યા હતા.
સુરતમાં અશ્ચિની કુમાર બ્રિજ પાસે બે BRTS બસ વચ્ચે અક્સ્માત સર્જાયો. આ અકસ્માતને પગલે બંને બસોની વચ્ચે પાંચ જેટલી બાઈક અને રિક્ષા દબાઈ હતી. જેમા પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે 1 વ્યક્તિનું મોત થયુ છે. જ્યારે 3 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. બંને બસો અથડાતા વચ્ચે આવેલી બાઈકોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતની જાણ થતા જ ફાયરના જવાનો તેમજ પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સુરત BRTS બસ અકસ્માતની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગંભીર નોંધ લીધી છે. શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા તુરંત હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોના હાલચાલ જાણ્યા હતા.
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોના જાણ્યા હાલચાલ
પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યુ હતુ કે ધારાસભ્ય કાંતિ બલર, રાજનભાઈ સહિતના લોકો બનાવ બન્યાની 20 મિનિટમાં જ પહોંચી ગયા હતા. સાત ઈજાગ્રસ્તોને કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે બે ઈજાગ્રસ્તો સ્મીમેરમાં છે. જો કે તે બંને દર્દીઓને પણ કિરણ હોસ્પિટલમાં શિફ્ટ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. તમામ દર્દીઓના એક્સરે, MRI સહિતના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમા 4 ઈજાગ્રસ્તોના ટેસ્ટ કરી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય દર્દીઓના કરાઈ રહ્યા છે.
આ પણ વાંચો : ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી કરવા અંગે રામકથાકાર મોરારી બાપુએ આપી આ પ્રતિક્રિયા- જુઓ વીડિયો
મુખ્યમંત્રીએ અકસ્માતની ગંભીર નોંધ લેતા જે કરવુ પડે તે કરવાની આપી સૂચના
પાનસેરિયાએ વધુમાં જણાવ્યુ કે અકસ્માતની મુખ્યમંત્રીએ પણ ગંભીર નોંધ લીધી છે અને તેમણે ફોન કરીને જણાવ્યુ છે કે જે કરવુ પડે તે કરો અને હોસ્પિટલમાં રહેવાની સૂચના આપી છે. બીજી તરફ સી.આર. પાટીલે પણ દિલ્હીથી ફોન કરી જણાવ્યુ કે તમે હોસ્પિટલ પહોંચવા જણાવ્યુ હતુ. પાનસેરિયાએ જણાવ્યુ હતુ કે ઘટના બની એ પહેલા તેઓ એક ફેમિલી ફંકશનમાં જવા માટે નીકળ્યા હતા પરંતુ આ અકસ્માતની ઘટનાની જાણ થતા જ તેઓ તેમના તમામ કાર્યક્રમ પડતા મુકી હોસ્પિટલ પહોંચી ગયા હતા.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો