રંગબેરંગી રોશનીથી ઝળહળ્યુ સુરત શહેર, જુઓ આકાશી નજારો આ VIDEOમાં
દિવાળીના (Diwali 2022) પર્વને લઇને સુરત શહેરને વિશેષ રીતે શણગારવામાં આવ્યું છે. સુરત (Surat) શહેરના દરેક ઘર, દરેક ઇમારત, દરેક મંદિરને સજાવવામાં આવ્યુ છે. સુરત શહેરને રોશનીથી શણગારવામાં આવ્યુ છે.
સુરતમાં (Surat) દિવાળીના (Diwali 2022) પર્વને લઇને ઉત્સાહ, ઉમંગ અને હર્ષોઉલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કોરોનાના (Corona) બે વર્ષ બાદ ધામધૂમથી દિવાળીના પરિવની ઉજવણી (celebration) થઇ રહી છે. ત્યારે દિવાળીના પર્વને લઇને સુરત શહેરને વિશેષ રીતે શણગારવામાં આવ્યું છે. સુરત શહેરના દરેક ઘર, દરેક ઇમારત, દરેક મંદિરને સજાવવામાં આવ્યુ છે. સુરત શહેરને રોશનીથી શણગારવામાં આવ્યુ છે. ત્યારે સુરત શહેરમાં અનોખી રોશનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે.
દિવાળીને લઇને સુરત શહેરને રોશનીથી શણગારવામાં આવ્યુ છે. સુરત શહેરમાં દિવાળીના પર્વના રાત્રિના સમયના શહેરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં સુરત શહેરનો અદભુદ નજારો જોવા મળી રહ્યો છે. એક તરફ શહેરની દરેક ઇમારત રોશનીથી ઝળહળતી જોવા મળ છે. તો બીજી તરફ આકાશમાં આતશબાજીના દ્રશ્યો જોવા મળે છે. હીરાનગરની ઓળખ ધરાવતુ સુરત શહેર સુરત રાત્રિના સમયે હીરાની જેમ જ ચમક આપતુ હોય તેવુ જોવા મળ્યુ.
સુરત શહેર અલગ અલગ રોશનીથી જગમગી ઉઠ્યુ. સુરત શહેરના આ દ્રશ્યોથી જ સુરતીલાલાઓમાં દિવાળી મનાવવાનો કેટલો ઉત્સાહ છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે. આકાશી દ્રશ્યોમાં સમગ્ર સુરત શહેર આતશબાજી અને રોશનીને કારણે ઝળહળતુ જોવા મળ્યુ.રાજ્યભરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. સુરતમાં પણ સુરતીઓ પોતાના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરતા નજરે ચડી રહ્યા છે. સુરતીઓ પરિવાર સાથે અવનવા ફટાકડા ફોડી તહેવાર માણી રહ્યા છે..