સુરતમાં ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, બ્રાન્ડેડની આડમાં ઝડપાયા હલકી ગુણવત્તાના ખાદ્યતેલના ડબ્બાઓ- Video
સુરતમાં ભેળસેળિયા તત્વો બન્યા બેફામ બન્યા છે, હલકી ગુણવત્તાના નક્લી ખાદ્યતેલના ડબ્બાઓ પર અસલી બ્રાન્ડના સ્ટીકર લગાવી દઈ ગ્રાહકોને છેતરવાનો અને લોકોના આરોગ્ય સાથે રમત રમવાનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. આરોગ્ય વિભાગના દરોડામાં મોટાપાયે આવા ડુપ્લીકેટ તેલના ડબ્બાઓ જપ્ત કરવામાં આવ્યા છે.
સુરતમાં અસલીની આડમાં નક્લીનો કારોબાર બંધ થવાનુ નામ જ નથી લઈ રહ્યો. અસલીના નામ પર નકલી તેલનો વેપલો થતો હોવાની ઘટના સામે આવી છે. તેલના ડબ્બા પર સ્ટિકર તો પ્રસિદ્ધ બ્રાન્ડ”ના લગાવવામાં આવે છે. પરંતુ, આ બ્રાન્ડેડ દેખાતા ડબ્બા હકીકતમાં “ડુપ્લિકેટ” છે. એટલે કે અસલી નામની આડમાં ડબ્બાઓની અંદર નકલી માલ ભરવામાં આવ્યો છે. સુરતના લીંબાયતમાં લગભગ 8 કિરાણા સ્ટોર પર પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં બ્રાન્ડેડ કંપનીના નામે વેચાતા ડુપ્લિકેટ કપાસિયા તેલના 54 ડબ્બા મળી આવ્યા હતા !
વેપારી એસોસિયેશને તેલમાં ભેળસેળ થતી હોવાની બાતમી મળી હતી. જે બાદ તેમણે આ અંગે પોલીસને જાણ કરી હતી. ત્યારે એન. કે. પ્રોટીન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના માણસોને સાથે રાખીને ઝોન-2 એલસીબી અને લીંબાયત પોલીસે 8 જેટલી કરિયાણાની દુકાનોમાં દરોડા પાડ્યા હતા. જ્યાં બિલ્કુલ અસલી જેવાં દેખાતાં જ નકલી ડબ્બાઓ મળી આવ્યા હતા. ડુપ્લિકેટ તેલ વિક્રેતાઓ વિરુદ્ધ હવે કોપીરાઈટ એક્ટ હેઠળ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો