Surat : દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, તબીબોએ સર્જરી કરી બહાર કાઢી, જુઓ Video

| Edited By: | Updated on: Sep 16, 2024 | 2:34 PM

સુરતમાં ફરી એક વખત માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ડીંડોલી વિસ્તારમાં દોઢ વર્ષની બાળકી મેગ્નેટિક માળા ગળી ગઈ હોવાની ઘટના સામે આવી છે. જે પછી બાળકીની તબિયત લથડી હતી.

સુરતમાં ફરી એક વખત માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ડીંડોલી વિસ્તારમાં દોઢ વર્ષની બાળકી મેગ્નેટિક માળા ગળી ગઈ હોવાની ઘટના સામે આવી છે. જે પછી બાળકીની તબિયત લથડી હતી. તબીબોએ સર્જરી કરીને બાળકીના પેટમાંથી માળા કાઢી છે.

સુરતના ડીંડોલી વિસ્તારમાં બાળકી રમતા રમતા 18 મણકાની મેગ્નેટિક માળા ગળી ગઈ હતી. માળા ગળી જતા બાળકીને પેટમાં દુખાવો અને ઉલટીઓ શરુ થઇ ગઇ હતી. જે પછી પરિવાર દ્વારા બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જે પછી પરિવાર સામે સમગ્ર હકીકત આવી હતી.

તબીબો ત્રણ કલાકમાં સફળ સર્જરી કરી માળા બહાર કાઢવામાં આવી છે. માળાને લઈ બાળકીના આંતરડાની દિવાલમાં કાણા પણ પડી ગયા હતા. જો કે ડોક્ટરોએ બાળકીના આંતરડાની સર્જરી કરી બાળકનો જીવ બચાવી લીધો છે.