સુરત : કોસંબામાં પાર્ક બિનવારસી થ્રી વ્હીલર ટેમ્પોમાંથી 500 કિલો ગાંજો મળી આવ્યો, જુઓ વીડિયો
સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી ફરીએકવાર મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપાયો છે. કોસંબા પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવેને અડીને આવેલા એક ઇન્ડસ્ટ્રીયલ પાર્કની ખુલ્લી જગ્યામાંથી 50 લાખથી વધુની કિંમત નો 500 કિલો થી વધુ જથ્થો ઝડપી પાડ્યો છે
સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી ફરીએકવાર મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપાયો છે. કોસંબા પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવેને અડીને આવેલા એક ઇન્ડસ્ટ્રીયલ પાર્કની ખુલ્લી જગ્યામાંથી 50 લાખથી વધુની કિંમત નો 500 કિલો થી વધુ જથ્થો ઝડપી પાડ્યો છે.
કોસંબા પોલીસ નશીલા પદાર્થના વેપલાને ડામવાના પ્રયાસમાં મોટી સફળતા મળી છે. કોસંબા નેશનલ હાઇવે નંબર 48 પર આવેલી જનપથ હોટેલ પાછળ આવેલા ઇન્ડસ્ટ્રીયલ પાર્કની ખુલ્લી જગ્યામાં એક થ્રિ વહીલ ટેમ્પોમાંથી કોસંબા પોલીસ ને 500 કિલોથી વધુનો ગાંજો ના જથ્થો મળી આવ્યો છે.આ ટેમ્પો અહીં બિનવકરસી મળી આવ્યો હતો. પોલીસે 51 લાખથી વધુ નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Input Credit : – Mehul Bhokalva, Olpad