સુરત : ખોટા પ્રમાણપત્રના આધારે મેળવી સરકારી નોકરી, મામલો બહાર આવતા પિતા-પુત્રી સામે ફરિયાદ

સુરત : ખોટા પ્રમાણપત્રના આધારે મેળવી સરકારી નોકરી, મામલો બહાર આવતા પિતા-પુત્રી સામે ફરિયાદ

| Edited By: | Updated on: Oct 03, 2024 | 7:53 PM

સુરતમાં બક્ષીપંચના બોગસ પુરાવાના આધારે સર્ટિફિકેટ મેળવી એક યુવતીએ પરીક્ષા પાસ કરી હતી અને મદદનીશ ઈજનેર વર્ગ-2ની સીધી ભરતીની પરીક્ષા પણ યુવતીએ પાસ કરી હતી. ત્યારે સ્કૂલ છોડ્યાનો બનાવટી દાખલો રજૂ કરાતા મામલો સામે આવ્યો છે. ત્યારે બોગસ દસ્તાવેજો રજૂ કરનાર પિતા-પુત્રીની ધરપકડ કરવામાં આવી છે.

રાજ્યમાં જાણે કે નકલીનો રાફડો ફાટ્યો છે. નકલી અધિકારી, નકલી ચીજ વસ્તુઓ બાદ હવે નકલી દસ્તાવેજનો મામલો મામલો સામે આવ્યો છે. સુરતમાં જાતિના પ્રમાણપત્ર માટે ખોટા દસ્તાવેજોના ઉપયોગનો પર્દાફાશ થયો છે. આ કિસ્સામાં પોલીસે હવે આરોપીઓને ઝડપી લઈ તેમની વિરૂદ્ધ તપાસનો ધમધમાટ પણ તેજ કર્યો છે. જેમાં અન્ય ખુલાસાઓ પણ થઈ શકે છે.

બક્ષીપંચના બોગસ પુરાવાના આધારે સર્ટિફિકેટ મેળવી આ યુવતીએ પરીક્ષા પાસ કરી હતી અને મદદનીશ ઈજનેર વર્ગ-2ની સીધી ભરતીની પરીક્ષા પણ યુવતીએ પાસ કરી હતી. ત્યારે સ્કૂલ છોડ્યાનો બનાવટી દાખલો રજૂ કરાતા મામલો સામે આવ્યો છે. ત્યારે બોગસ દસ્તાવેજો રજૂ કરનાર પિતા-પુત્રીની ધરપકડ કરવામાં આવી છે.