Junagadh: શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે મહામંડલેશ્વર સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી- Video

Junagadh: શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે મહામંડલેશ્વર સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી- Video

| Edited By: | Updated on: Oct 08, 2026 | 4:36 PM

શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે હવે સંતોએ નારાજગી વ્યક્ત કરી છે. મહંત મહામંડલેશ્વર સુખરામ દાસ બાપુનો વીડિયો વાયરલ થયો છે. જેમા તેઓ કહી રહ્યા છે કે વાાઘેલાએ સમજી વિચારીને બોલવુ જોઈએ.

શંકરસિંહ વાઘેલાએ અનામત મુદ્દે કરેલા બફાટ બાદ સવર્ણોનો રોષ હજુ શમ્યો નથી. ત્યાં હવે જુનાગઢના સંતે પણ નારાજગી વ્યક્ત કરી છે. મહંત મહામંડલેશ્વર સુખરામદાસ બાપુએ જણાવ્યુ કે શંકરસિંહ વાઘેલાએ કોઈપણ જ્ઞાતિને નીચુ ન બતાવવુ જોઈએ. મેલુ ઉપાડવાના નિવેદનથી જ્ઞાતિમાં વિવાદ વધી શકે. આપણા વાણી વિલાસથી કોઈને નીચુ ન જોવુ પડે તેમજ કોઈ જ્ઞાતિને લાંછન ન લાગે એવુ કરવુ જોઈએ. શંકરસિંહ વાઘેલાએ સમજી વિચારીને નિવેદન આપવુ જોઈએ. બ્રાહ્મણ, વાણિયા, પટેલ માટે તેમણે જે મેલુ ઉપાડવાની વાત કરી તે બિલકુલ યોગ્ય નથી

સુખરામ દાસ બાપુએ વધુમાં કહ્યું કે, આપણા વાણી વિલાસથી કોઈ જ્ઞાતિને નીચું જોવું ન પડે તેનું ધ્યાન રાખવું જોઈએ.. સાધુ તરીકે ચિંતા વ્યક્ત કરી, ક્યાં સુધી ચાલશે આવું. ક્ષમાં વીરનું આભૂષણ છે. ક્ષમા માંગવી તેમાં નીચું જોવા જેવું કઈ નથી. અને ક્ષમાં આપવી તે પણ ધર્મ છે. રાજકારણ તેની જગ્યા પર છે. જાતિ જ્ઞાતી ઉપર રાજકારણ રમવામાં આવે તે સાંભળી બહુ દુખ થાય છે.

ઉલ્લેખનિય છે નર્મદાના સાગબારાના ખોપી ગામે પુનઃ વન અધિકાર સત્યાગ્રહ સભા યોજાઈ હતી. જેમા શંકરસિંહે અનામતને લઈને વાણિયા, બ્રાહ્મણ, પટેલોને લઈને નિવેદન કર્યુ હતુ. જે બાદ સવર્ણોનો બાપુ સામે આકરા પાણીએ છે.

Breaking News: તહેવારો નજીક આવતા જ ઍરલાઈન કંપનીઓએ શરૂ કરી ઉઘાડી લૂંટ, હવાઈભાડામાં 70% સુધીનો કર્યો વધારો

Published on: Oct 08, 2026 04:20 PM
Follow Us
Loading...
Unable to load recommendations.