પરીક્ષા પે ચર્ચાઃ હિમતનગરમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન થતા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજતા નિહાળીને માર્ગદર્શન મેળવ્યુ હતું. હિંમતનગર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન ડૉ નાલિનકાન્ત ગાંધી ટાઉન હોલમાં કરવામાં આવ્યુ હતુ. જ્યાં હોલમાં 6 થી 12 ના વિધાર્થીઓ રહ્યા હાજર હતા અને કાર્યક્રમને નિહાળ્યો હતો. જિલ્લા કક્ષાના પરીક્ષા પે ચર્ચામાં પાંચ સ્કૂલના વિધાર્થીઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: પ્રધાનમંત્રી મુદ્રા લોનના બહાને મહિલાઓ સાથે છેતરપિંડી, દસ્તાવેજનો ઉપયોગ કરી મોબાઈલ ખરીદી લીધા
ડૉ નાલિનકાન્ત ગાંધી ટાઉન ખાતે હિંમતનગર ના ધારાસભ્ય વીડી ઝાલા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા પહેલા ધારાસભ્ય,શિક્ષણાધિકારી સહિત પદાધિકારીઓએ વિધાર્થીઓને સંબોધન કર્યું હતું. પાંચ સ્કૂલના વિધાર્થીઓ લાઈવ પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળીને માર્ગ દર્શન મેળવ્યું હતુ.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 29, 2024 03:52 PM
Latest Videos

