શું આ રીતે રમશે ગુજરાત ? છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટસ કોમ્પલેક્ષને ખંભાતી તાળા

|

May 02, 2022 | 1:12 PM

ઘણા ભારતીય ખેલાડીઓ ઓલિમ્પિકની (Olympic) રમતમાં યોગ્ય પ્રદર્શન કરવા સક્ષમ હોવા છતાં તેઓને યોગ્ય તાલીમ ન મળતી હોવાથી તેઓ સારૂ પ્રદર્શન કરી શકતા નથી

શું આ રીતે રમશે ગુજરાત ? છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટસ કોમ્પલેક્ષને ખંભાતી તાળા
Gujarat University

Follow us on

Gujarat University : ઓલિમ્પિકની રમતમાં (Olympic) ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન સારું રહે તેવી અપેક્ષા તો ઘણીવાર કરાય છે.પરંતુ ખેલાડીઓને યોગ્ય ટ્રેનિંગ (Training)  તેમજ કોચિંગમાં ઘણી જગ્યાએ બેદરકારી જોવા મળતી હોય છે.આવી જ સ્થિતિ ગુજરાત યુનિવર્સિટીમાં પણ જોવા મળી રહી છે.જ્યાં કરોડોના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તો બન્યું પરંતુ હાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને(Sports Complex)  તાળું મારી દેવાતા ખેલાડીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.

ઓલિમ્પિકની તૈયારી કરતા ખેલાડીઓને ભારે મુશ્કેલી

તમને જણાવી દઈએ કે, ઘણા ભારતીય ખેલાડીઓ ઓલિમ્પિકની રમતમાં યોગ્ય પ્રદર્શન કરવા સક્ષમ હોવા છતાં તેઓને યોગ્ય તાલીમ ન મળતી હોવાથી તેઓ સારૂ પ્રદર્શન કરી શકતા નથી. ત્યારે ગુજરાત યુનિવર્સિટીની આ બેદરકારીને કારણે ઓલિમ્પિકના ખેલાડીઓ સાથે પણ અન્યાય થતો જોવા મળી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીમાં(Gujarat University)  3 વર્ષથી બનાવવામાં આવેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ધૂળ ખાઈ રહ્યું છે. જે ટ્રેક પર ખેલાડીઓનો પરસેવો રેડાવો જોઈએ તે ટ્રેક પર બેદરકારીની ધૂળ જામી રહી છે.જેને કારણે ખેલાડીઓની તમામ મહેનત બેકાર સાબિત થઈ રહી છે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

છેલ્લા 3 વર્ષથી ધૂળ ખાઈ રહ્યું છે સ્પોર્ટસ કોમ્પલેક્સ

આ સ્પોર્ટસ ગ્રાઉન્ડ એથ્લેટિક્સના રમતવીરોને સારું પરફોર્મન્સ આપવા માટે અત્યંત ઉપયોગી નીવડી શકે તેમ છે.પરંતુ યુનિવર્સિટીનું આ બહેરુ- મૂંગું તંત્ર જાણે કે સ્પોર્ટ્સનું મહત્વ સમજતું જ ન હોય તેવુ જોવા મળી રહ્યું છે અને સિન્થેટિક ટ્રેકની ફરતે ફેન્સીંગ કરી તાળું મારી છેલ્લા 3 વર્ષથી રમતવીરોને તેનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી.

Published On - 1:08 pm, Mon, 2 May 22

Next Article