2036 Olympic : ગુજરાત 2036ની ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યું છે, IOCના પ્રતિનિધિઓ 2025માં ભારતની મુલાકાત લેશે
ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માંગે છે અને આ તમામ તૈયારીઓ 2036 ઓલિમ્પિક (2036 Olympic)નો ભાગ છે.
2036 Olympic : ગુજરાત 2036માં ભારતમાં યોજાનારી સમર ઓલિમ્પિક્સ (2036 Olympic)ના આયોજનની તૈયારીમાં વ્યસ્ત છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના પ્રતિનિધિઓ પણ 2025માં ભારતની મુલાકાતે આવવાના છે અને તેની તૈયારીઓની સમીક્ષા કરશે. બુધવારે ગુજરાત સરકાર વતી કોર્ટમાં હાજર એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ આ ખુલાસો કર્યો હતો. તેમણે અમદાવાદના નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણ માટે એક બાંધકામ કંપની (Construction company) દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયાને પડકારવા અંગેની સુનાવણીમાં વાત કરી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના બાંધકામ માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, જેને ક્યુબ કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ લિમિટેડ નામની કંપનીએ કોર્ટમાં પડકાર્યું હતું.
Preparing to host 2036 #Olympics: State govt in #Gujarat High Court #TV9News pic.twitter.com/AX4PlmaEEa
— Tv9 Gujarati (@tv9gujarati) April 13, 2022
ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માંગે છે અને આ તમામ તૈયારીઓ 2036 ઓલિમ્પિકનો ભાગ છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ અમદાવાદમાં 2036 સમર ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવા માટે વાતચીત શરૂ કરી છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સભ્યો 2025માં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની તૈયારીઓની સમીક્ષા કરવા ભારતની મુલાકાત લેશે.
કન્સ્ટ્રક્શન કંપનીના પડકાર પર દલીલ કરતા સરકારી વકીલે જણાવ્યું હતું કે અરજદારને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનો કોઈ પૂર્વ અનુભવ નથી, તેથી તેની બોલી ફગાવી દેવામાં આવી હતી. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, “સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે સ્પર્ધાત્મક અને આંતરરાષ્ટ્રીય ધોરણો પર આધારિત અનુભવની જરૂર છે, જે આ કંપની પાસે નથી.
અંદાજે રૂ. 500 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યું છે
2036 ઓલિમ્પિકની તૈયારી માટે અમદાવાદના નારણપુરામાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેના પર લગભગ 500 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેની ટેન્ડર પ્રક્રિયામાં 4 બાંધકામ કંપનીઓએ ભાગ લીધો હતો. AUDA એટલે કે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ નવેમ્બર 2021માં જણાવ્યું હતું કે તેણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતોની સમીક્ષા કર્યા બાદ જ આ પગલું ભર્યું છે અને અમદાવાદની ઉમેદવારી માટે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી સાથે વાતચીત શરૂ કરી છે.
AUDA એ એક અખબારી યાદી બહાર પાડી જણાવ્યું હતું કે, “ઓલિમ્પિક્સનું આયોજન અમદાવાદ માટે વૈશ્વિક રમતગમતને પ્રોત્સાહન આપવાની સાથે સાથે પ્રવાસન સ્થળ બનવાની એક તક હશે. આ સાથે આ શહેર તેના સાંસ્કૃતિક વારસાને વિશ્વની સામે સારી રીતે પ્રદર્શિત કરી શકશે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો