Bhavnagar: જર્જરિત શાળામાં ભણે છે ભાવિ, શું આવી રીતે ભણશે ગુજરાત? જાણો શું વિસાવદરની આ શાળાની સ્થિતિ

|

Mar 26, 2022 | 2:12 PM

વિદ્યાર્થીઓની ચિંતા કરીને અને શાળાની આવી સ્થિતિને લઈને આચાર્ય અને શિક્ષિકાએ સરકારમાં અનેક વખત રજૂઆતો કરી છે. પરંતુ એવું લાગે છે કે, સરકારને આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જાણે કોઈ લેવા દેવા જ નથી.

શિક્ષણની વાત આવે ત્યારે આપણી સરકાર અને નેતાઓ “ભણશે ગુજરાત”,આગળ વધશે “ગુજરાત”ના સૂત્રો સાથે મેદાનમાં નીકળી પડે છે. આ જ જાહેરાતો પાછળ દર વર્ષે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવે પણ છે. પરંતુ ગુજરાત (Gujarat) ની કેટલીક શાળાઓમાં વાસ્તવિકતા કઇક અલગ જ જોવા મળે છે. અમે આજે તમને એવી જ એક શાળાની વાસ્તવિકતા જણાવી રહ્યા છીએ. જેને જોયા બાદ તમે કહેશો કે, જાહેરાતોમાં નહીં પરંતુ અહીં રૂપિયાનો ઉપયોગ કરો તો. “ગુજરાત ભણશે” અને આગળ વધશે. ભાવનગર (Bhavnagar)ના મહુવાની વિસાવદર ગામની એક પ્રાથમિક શાળામાં (Primary school) વિદ્યાર્થીઓ હાલમાં જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે.

ભાવનગરની વિસાવદરની એક શાળા વિકાસની વાતો કરતી સરકારની પોલ ખોલી રહી છે. હકીકત જોઈએ તો ભાવનગરના મહુવાની વિસાવદર ગામની પ્રાથમિક શાળામાં જીવના જોખમે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. છેલ્લા સાત વર્ષથી શાળા જર્જરિત હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓ સ્કૂલના ગ્રાઉન્ડમાં બેસીને ભણે છે. ભર ઉનાળે આકરા તડકામાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓ વૃક્ષ નીચે બેસીને ભણે છે. બીજી તરફ પીવાના પાણીની સુવિધા ન હોવાથી બાળકો પાણી પીવા ઘરે જાય છે. તો શૌચાલય તેમજ મધ્યાહન ભોજન જેવી સગવડો પણ આ શાળામાં નથી.

વિદ્યાર્થીઓની ચિંતા કરીને અને શાળાની આવી સ્થિતિને લઈને આચાર્ય અને શિક્ષિકાએ સરકારમાં અનેક વખત રજૂઆતો કરી છે. પરંતુ એવું લાગે છે કે, સરકારને આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જાણે કોઈ લેવા દેવા જ નથી. ત્યારે સરકાર આ શાળાના વિદ્યાર્થીઓના ભાવિને લઇને યોગ્ય નિર્ણય કરે તે ખૂબ જરુરી છે.

આ પણ વાંચો-

Amit Shah Gujarat Visit Live : BVM ફાટક પરના ઓવરબ્રિજનુ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત

આ પણ વાંચો-

Surat: તેના જ ઘરના ગુપ્ત રુમમાં સંતાયેલા કુખ્યાત સજ્જુ કોઠારીને ક્રાઈમ બ્રાન્ચે સ્પેશિયલ ઓપરેશન કરીને ઝડપી પાડ્યો

Next Video