ગુજરાતમાં વનરક્ષકના કથિત પેપર લીક કેસમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે નિષ્પક્ષ તપાસની માગ કરી

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યું હતું કે જ્યારે પેપર શરૂ હતું ત્યારે પેપરના સવાલના જવાબ લાગતા વળગતા પહોંચાડવામાં આવતા હતા. તેમજ જે સરકારની તદ્દન નિષ્ફળતા છતી કરે છે. આ પૂર્વે 11 વખત પેપર ફુટ્યા છે. તેમજ કાર્યવાહી કરવાની સરકાર માત્ર વાતો જ કરે છે. જયારે 12 12 2021 પેપર હતું તેની બાદ આજે પેપર લેવામાં આવ્યું છે. તેમ છતાં પેપર ફરી ફૂટ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 9:46 PM

ગુજરાતમાં(Gujarat)   વનરક્ષક પરીક્ષાના કથિત(Vanrakshak Exam)  પેપર લીક કેસમાં(Paper Leak) વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે નિષ્પક્ષ તપાસની માગ કરી છે. તેમણે ગાંધીનગર કલેકટર કચેરીએ કલેકટરને આવેદનપત્ર આપી આધાર પુરાવા સોંપ્યા હતા. તેમજ મુખ્યપ્રધાન અને શિક્ષણપ્રધાનને પણ આધાર પુરાવા સોંપ્યા હતા.વન રક્ષક ભરતીમાં ગેરરીતિ મુદ્દે નિષ્પક્ષ તપાસની માગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મહેસાણાના ઉનાવામાં આવેલી મીરા દાતાર સર્વોદય હાઈસ્કૂલમાં કથિત રીતે વન રક્ષકની પરીક્ષામાં પેપર લીક થયું હતું.જેમાં ઊંઝાના ઉનાવામાં વન વિભાગની પેપર વાયરલ થયાની આશંકા છે.ઉનાવામાં આવેલી મીરા દાતાર સર્વોદય હાઈસ્કૂલમાંથી પરીક્ષા આપવા ઉમેદવારોએ પ્રશ્નો વાયરલ કર્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.

આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યું હતું કે જ્યારે પેપર શરૂ હતું ત્યારે પેપરના સવાલના જવાબ લાગતા વળગતા પહોંચાડવામાં આવતા હતા. તેમજ જે સરકારની તદ્દન નિષ્ફળતા છતી કરે છે. આ પૂર્વે 11 વખત પેપર ફુટ્યા છે. તેમજ કાર્યવાહી કરવાની સરકાર માત્ર વાતો જ કરે છે. જયારે 12 12 2021 પેપર હતું તેની બાદ આજે પેપર લેવામાં આવ્યું છે. તેમ છતાં પેપર ફરી ફૂટ્યું છે. વિધાર્થીઓ સાથે મજાક કરવામાં આવી રહી છે. જેમાં મીરાદાતરની સ્કૂલનું લેટર પેડ વાયરલ થયું છે. આ વર્ષ 2018ની પરીક્ષા અત્યારે લેવામાં આવી રહી છે. તેમાં પણ પેપર ફૂટી ગયું છે.

આ પણ વાંચો :  ગુજરાતમાં શાળાઓમાં વિદ્યાર્થીઓની 100 ટકા હાજરી મુદ્દે હાઇકોર્ટમાં રાજ્ય સરકારે આપ્યું આ નિવેદન

આ પણ વાંચો :  ગુજરાતમાં તાપી-પાર-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ ચૂંટણીને લીધે સ્થગિત કરાયો: શકિતસિંહ ગોહિલ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">