ગુજરાતમાં તાપી-પાર-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ ચૂંટણીને લીધે સ્થગિત કરાયો: શકિતસિંહ ગોહિલ

ગુજરાતમાં તાપી-પાર-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ ચૂંટણીને લીધે સ્થગિત કરાયો: શકિતસિંહ ગોહિલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 7:32 PM

શક્તિસિંહ ગોહિલે એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ વિકાસની વિરુદ્ધ નથી, પરંતુ જો કોઈ થોડા મૂડીવાદીઓને ફાયદો કરાવવા હજારો આદિવાસી પરિવારોને નુકસાન પહોંચાડવાની વાત કરશે તો અમે તેનો સખત વિરોધ કરીશું. ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સરકાર આદિવાસી હિતોની વિરુદ્ધ કામ કરી રહી છે

ગુજરાતમાં (Gujarat)  પ્રસ્તાવિત  તાપી-પાર-નર્મદા રિવર લિંક  પ્રોજેક્ટને(Tapi Par Narmada Link Project)  કોંગ્રેસે આદિવાસીઓના હિતની વિરુદ્ધ ગણાવ્યો છે. કોંગ્રેસે(Congress)  જણાવ્યું કે આ પ્રોજેક્ટને સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવે તેમજ જ્યાં સુધી પ્રોજેક્ટ રદ ન થાય ત્યાં સુધી તે આંદોલન ચાલુ રાખશે.કોંગ્રેસના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પાર-તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ સામે આદિવાસી નેતાઓએ આંદોલન શરૂ કર્યું હતું. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને નુકસાન થશે તેવું લાગ્યું ત્યારે તેને મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત સરકાર દ્વારા નહીં પરંતુ તેના બદલે ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કરી હતી.

સરકારે પ્રોજેક્ટ રદ કરવા માટે શ્વેતપત્ર લાવવું જોઈએ

શક્તિસિંહ ગોહિલે એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ વિકાસની વિરુદ્ધ નથી, પરંતુ જો કોઈ થોડા મૂડીવાદીઓને ફાયદો કરાવવા હજારો આદિવાસી પરિવારોને નુકસાન પહોંચાડવાની વાત કરશે તો અમે તેનો સખત વિરોધ કરીશું. ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સરકાર આદિવાસી હિતોની વિરુદ્ધ કામ કરી રહી છે જેની સામે અમે આંદોલન કરી રહ્યા છીએ. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે, સરકારે પ્રોજેક્ટ રદ કરવા માટે શ્વેતપત્ર લાવવું જોઈએ.

વિધાનસભા ગૃહમાં તેની સત્તાવાર જાહેરાત કરી હતી

ઉલ્લેખનીય છે કે,દક્ષિણ ગુજરાત માટે અતિ મહત્વની એવી તાપી-પાર-નર્મદા રિવર લિંક  યોજના સ્થગિત કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં નાણાં પ્રધાન કનુ દેસાઈએ તે અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી. રાજ્યના આદિવાસી સમાજના લોકો તાપી-પાર-નર્મદા રિવર લિંક યોજનાનો લાંબા સમયથી વિરોધ કરી રહ્યાં હતા. આ યોજનાથી આદિવાસીઓને ઘર-મકાન છિનવાઈ જવાનો ડર હતો. આ અંગેનો નિર્ણય કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ગજેન્દ્ર શેખાવત, સી. આર.પાટીલ અને અન્ય સાંસદો, ધારાસભ્યોની બેઠકમાં જ લેવાઈ ગયો હતો. જેની બાદ રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં તેની સત્તાવાર જાહેરાત કરી હતી.

આ પણ વાંચો :  Ahmedabad : સાવકા પિતાએ સગીરા સાથે શારીરીક છેડછાડ કરી, ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી

આ પણ વાંચો :  Ahmedabad : એસ.પી. રિંગરોડ પર માલધારી આગેવાનોએ પ્રદર્શન કર્યું, રખડતા પશુ અંગેના નવા ખરડાનો વિરોધ કર્યો

g clip-path="url(#clip0_868_265)">