ગુજરાતના રાજકારણમાં ધરખમ ફેરફારના એંધાણ, પાટીદાર નેતા નરેશ પટેલ થામી શકે છે કોંગ્રેસનો હાથ

ગુજરાતના રાજકારણમાં ધરખમ ફેરફારના એંધાણ, પાટીદાર નેતા નરેશ પટેલ થામી શકે છે કોંગ્રેસનો હાથ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 5:23 PM

નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવાની સંપૂર્ણ જવાબદારી, થિન્ક ટેન્ક ગણાતા પ્રશાંત કિશોરને સોંપવામાં આવી છે.વાત એવી પણ સામે આવી રહી છે કે કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં નરેશ પટેલને CM પદનો ચહેરો પણ જાહેર કરી શકે છે.પ્રશાંત કિશોરે રાહુલ ગાંધીને સલાહ આપી છે કે મોટા ચહેરા સાથે કોંગ્રેસે મેદાનમાં ઉતરવું જોઈએ પ્રશાંત કિશોરની આજ સલાહ કોંગ્રેસે માની છે.

ગુજરાતની(Gujarat)  મોટી રાજકીય હલચલની તૈયારી થઈ ચૂકી છે. વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election)  પહેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, સૌરાષ્ટ્રના દિગ્ગજ પાટીદાર આગેવાન નરેશ પટેલ(Naresh Patel)  કોંગ્રેસમાં જોડાય તેવી પ્રબળ શક્યતા છે.નરેશ પટેલની વિધિવત કોંગ્રેસમાં(Congress) જોડવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળી રહ્યું છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવાની સંપૂર્ણ જવાબદારી, થિન્ક ટેન્ક ગણાતા પ્રશાંત કિશોરને સોંપવામાં આવી છે.વાત એવી પણ સામે આવી રહી છે કે કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં નરેશ પટેલને CM પદનો ચહેરો પણ જાહેર કરી શકે છે.પ્રશાંત કિશોરે રાહુલ ગાંધીને સલાહ આપી છે કે મોટા ચહેરા સાથે કોંગ્રેસે મેદાનમાં ઉતરવું જોઈએ પ્રશાંત કિશોરની આજ સલાહ કોંગ્રેસે માની છે.

PODAM  થીયરીથી ગુજરાતનો ગઢ સર કરવાના સપના

કોંગ્રેસ નેતૃત્વએ ગુજરાતની સંપૂર્ણ જવાબદારી હવે પ્રશાંત કિશોરને સોંપી છે. ત્યારે પ્રશાંત કિશોર નવી રણનીતિ સાથે ગુજરાતની રાજનીતિમાં સક્રિય થાય તેવી શક્યતા છે.ત્યારે વિશ્વસનીય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પ્રશાંત કિશોર ‘PODAM’ થીયરીને ગુજરાતમાં લાગુ કરી શકે છે…’PODAM’ થીયરી એટલે કે,,,પાટીદાર, OBC, દલિત, આદિવાસી અને મુસ્લિમ મતદારોને આકર્ષવા માટેની રણનીતિ બનાવી શકે છે…અને કોંગ્રેસ ‘PODAM’ થીયરીથી ગુજરાતનો ગઢ સર કરવાના સપના જોઇ રહી છે

આ પણ વાંચો :  Surat: કાપડ માર્કેટમાં તેજી પણ ટ્રકો ઉપલબ્ધ નહીં હોવાને કારણે ટ્રાન્સપોર્ટ ગોડાઉનો અને માર્કેટોમાં 1500 ટ્રક જેટલા માલનો ભરાવો

આ પણ વાંચો :  Rajkot : રખડતા ઢોર મામલે સરકાર કાયદો લાવે તે પહેલા માલધારી સમાજે નોંધાવ્યો વિરોધ, પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગ

 

g clip-path="url(#clip0_868_265)">