ઢોર નિયંત્રણ પોલિસી હેઠળ આજથી રાજ્યભરમાં રખડતા ઢોર મુદ્દે તંત્રની કડક કાર્યવાહી
ગુજરાતમાં 1લી ડિસેમ્બરથી લાગુ કરાયેલ પશુ માટેની નવી પોલિસી હેઠળ, અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરને પકડવા માટેની કામગીરી શરૂ કરી દેવાઈ છે. આજે 1 ડિસેમ્બરના રોજ, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઓઢવ વિસ્તારમાંથી રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રાજ્યમાં રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરીને આપેલા આદેશનું પાલન કરવા સ્થાનિક તંત્ર ધંધે વળગ્યું છે. મહાનગરપાલિકા, નગરપાલિકાના તંત્ર દ્વારા લેવાઈ રહેલા આકરા પગલાની સામે જેની સામે પશુપાલકો પણ વિરોધ નોંધાવી રહ્યાં છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો, પશુ માટે નવી પોલીસી હેઠળ 2460 પશુને અમદાવાદ શહેર બહાર હાંકી કાઢવામાં આવ્યા છે. લાયસન્સ માટે અમદાવાદ મહાનગરપાલિકાને 1070 અરજી મળી હતી. જે પૈકી 123 અરજદારોને લાયસન્સ આપવામાં આવ્યા છે. જ્યારે 309 અરજી ફગાવી દેવાઈ છે.
ગુજરાતમાં 1લી ડિસેમ્બરથી લાગુ કરાયેલ પશુ માટેની નવી પોલીસી હેઠળ, અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરને પકડવા માટેની કામગીરી શરૂ કરી દેવાઈ છે. આજે 1 ડિસેમ્બરના રોજ, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઓઢવ વિસ્તારમાંથી રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
