Amreli : ખાંભા ગીરના ગામડાઓમાં વરસાદી પૂરના પાણી ઘરોમાં ઘૂસ્યા, મગફળી ,કપાસ સહિત પાકને નુકસાન, જુઓ Video

Amreli : ખાંભા ગીરના ગામડાઓમાં વરસાદી પૂરના પાણી ઘરોમાં ઘૂસ્યા, મગફળી ,કપાસ સહિત પાકને નુકસાન, જુઓ Video

| Edited By: | Updated on: Nov 01, 2025 | 2:39 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી સહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. ખાંભાના તાતણીયા, ઉમરીયા, લાસા,ધાવડીયા, ગીદરડીમાં વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી સહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. ખાંભાના તાતણીયા, ઉમરીયા, લાસા,ધાવડીયા, ગીદરડીમાં વરસાદ વરસ્યો છે. તેમજ ભારે વરસાદ ખાબકતા તાતણીયા ગામમાં વરસાદી પૂરના પાણી ઘૂસ્યા હતા. મોડી રાતના પૂરના પાણી ઘૂસ્યાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખાંભા ગીરના ઉપરવાસના ગામડાઓમાં નદીનાળાઓ બે કાંઠે વહેતા થયા છે. ખેડૂતોનો તમામ મગફળી, કપાસ સહિત પાક બરબાદ થયો છે.

બોટાદમા વરસ્યો વરસાદ

અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયેલો છે. બોટાદના રાણપુર શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સતત અવિરત વરસાદ પડતા રસ્તા પર પાણી ફરી વળ્યાં છે. બોટાદ પંથકમાં 3 દિવસ સતત કમોસમી વરસાદ યથાવત્ રહેતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદથી મગફળી, કપાસ સહિતના પાકને મોટું નુકસાન થયું છે. તેમજ બોટાદના અણીયાળી, કેરીયા, ધારપીપળા, કિનારા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રસ્તા અને ખેતરોમાં પાણી ભરાયા છે. કમોસમી વરસાદ ખાબક્તા ખેડૂતોના મોંઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે બોટાદના રાણપુર શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો