Rajkot :  4થી 5 રખડતા શ્વાને 5 વર્ષના બાળક પર કર્યો હુમલો, બાળકનું મોત, જુઓ Video

Rajkot : 4થી 5 રખડતા શ્વાને 5 વર્ષના બાળક પર કર્યો હુમલો, બાળકનું મોત, જુઓ Video

| Edited By: | Updated on: May 31, 2025 | 11:47 AM

રાજકોટના શાપર વિસ્તારમાં રખડતા શ્વાનોની સમસ્યાએ ફરી એક વાર માસૂમ જીવનો ભોગ લીધો છે. મળતી માહિતી મુજબ, શાપરમાં રહેતા 5 વર્ષના બાળક પર 4 થી 5 રખડતા શ્વાને અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો હતો, જેનું મોત થયુ છે. 

રાજકોટના શાપરમાં એક શ્રમિક પરિવારના બાળક પર અનેક શ્વાનોએ હુમલો કર્યો હતો, આ ઘટના પછી  તાત્કાલિક જ બાળકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન બાળકનું દુખદ અવસાન થયું.

મૃત બાળકનો પરિવાર મૂળ બિહારનો હોવાનું સામે આવ્યું છે. પરિવાર રાજકોટમાં મજૂરીના કામ માટે આવ્યો હતો અને શાપર વિસ્તારમાં રહેતો હતો. આ ઘટના પછી વિસ્તારમાં રખડતા શ્વાનો અંગે ચિંતા અને રોષ વ્યાપી ગયો છે. સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરી રખડતા શ્વાનોની સમસ્યાનું તાત્કાલિક ઉકેલ લાવવાની માગણી કરી છે.

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા અમદાવાદમાં પણ આવી જ એક ઘટના બની હતી. અમદાવાદની એક સોસાયટીમાં પાલતુ શ્વાને એક ચાર મહિનાની બાળકી પર હુમલો કરતા તેનું મોત થયુ હતુ.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 31, 2025 11:47 AM